માંગરોળ પંથકમાં ગઇકાલ રાત્રિથી સાર્વત્રિક વરસાદને પગલે પાણી પાણી થઇ ગયું છે. હાલ બીજી વખત નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેથી જતા રાહદારીઓ અટવાયા હતાં. લંબોરા, ઠેલાણા, શેખપુર, વિરપુર સહીતના ગામોનો સંપર્ક વિહોણા થઇ ગયા છે. આ ગામોને જોડતા રસ્તા પર પાણીમ ફરી વળતા લોકો અટવાઇ ગયા છે. માંગરોળ -કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે પાણી ભરાતા માંગરોળ-કેશોદ રોડની અવર જવર બંધ થઇ હતી.
માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેનો રસ્તો બંધ - નોળી નદીમાં પુર
માંગરોળ: જૂનાગઢના માંગરોળ સહીત દરીયાઇ વિસ્તારમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેનો રસ્તો બંધ થઇ ગયો હતો.
![માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેનો રસ્તો બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4403498-thumbnail-3x2-ppp.jpg)
gfj
માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેનો રસ્તો બંધ
જો કે ચાલુ વર્ષમાં માંગરોળ પંથકમા ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા દસ દિવસમા બે વાર નદીમાં પૂર આવતા લોકો નદીનો નજારો જોવા પરીવાર સાથે ઉમટી પડયા હતાં. સારા વરસાદને પગલે લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.