- ભરડાવાવ વિસ્તારમાં બાઈક પર જતા યુવકની હત્યા
- અજાણ્યા શખ્સોએ મૃતક યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો
- મૃતક રાજુ બાવળિયા ગિરનાર ડોળી એસોસિએશનમાં ફરજ બજાવતો હતો
જૂનાગઢઃ ભરડાવાવ વિસ્તારમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સ એક યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક યુવક રાજુ બાવળિયા બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ ભરડા વાવ નજીક તેની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
ભરડાવાવ વિસ્તારમાં બાઈક પર જતા યુવકની હત્યા આ પણ વાંચોઃઅમદાવાદના વટવામાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતમાં યુવકની હત્યા પોલીસે આરોપીઓને પકડવા 5 ટીમ બનાવી
જૂનાગઢ વિભાગીય પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, CCTVની તપાસ ચાલી રહી છે. આરોપીઓ ક્યાંથી આવ્યા હતા. કોણ હતા તે અંગે તપાસ ચાલી રહી છે. આ સાથે જ SOG, LCB, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ટેક્નિકલ સ્ટાફ અને CCTV મોનિટર નીચે 5 ટીમ બનાવવામાં આવી છે. વર્ષ 2014માં પણ મૃતક રાજુ બાવળિયાના કાકા ધરમ બાવળિયાની પણ કાર નીચે કચડી દઈને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી એક વખત રાજુ બાવળિયાની તીક્ષણ હથિયારોના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે.
અજાણ્યા શખ્સોએ મૃતક યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો આ પણ વાંચોઃઅમદાવાદના મેઘાણીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા મૃતકના કાકાની પણ વર્ષ 2014માં હત્યા થઈ હતી
હત્યાકાંડની લઈને પોલીસ તપાસ કરી રહી છે. વર્ષ 2014માં મૃતકના કાકા ધરમ બાવળિયાની પણ હત્યા કરાઈ હતી. તે સમયે તેઓ ગિરનાર ડોળી મંડળના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. ત્યારે મંગળવારે જે યુવાનની હત્યા કરવામાં આવી છે. તે રાજુ બાવળીયા પણ ગિરનાર ડોળી એસોસિએશનમાં ફરજ બજાવતો હતો. મૃતક ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશ બાવળિયાનો ભત્રીજો થાય છે. આમ, પોલીસ સમગ્ર મામલાને લઈને તપાસ પણ કરી રહી છે.
જૂનાગઢમાં ગિરનાર ડોળી એસોસિએશનના સભ્યની જાહેરમાં હત્યા