- ગિરનાર રોપ-વેના ટિકિટના દર ઘટાડાને લઈને કરણી સેના પણ મેદાને
- લોકાર્પણ થયાંને એક જ અઠવાડિયામાં ગિરનાર રોપ-વેના ટિકિટના દરો સર્જી રહ્યાં છે મુશ્કેલી
- વિવિધ સંગઠનો દ્વારા ટિકિટના ઓછા દરની માગ
- આજે કરણી સેના અને સાધુસંતોએ સાથે રહીને આવેદનપત્ર પાઠવ્યું
- આગામી દિવસોમાં ટિકિટના દર ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની કરણી સેનાની ચીમકી
જૂનાગઢઃ ગત ૨૪મી ઓકટોબર અને શનિવારના દિવસે એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થયો છે. ત્યારે રવિવારથી રોપવેનો પ્રવાસ વિધિવત શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ટિકિટોના દરને લઈને હવે ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે. લોકાર્પણ થયાંને એક અઠવાડિયા બાદ ટિકિટના ઊંચા દરો સમસ્યા સર્જી રહ્યાં છે. જેને ઘટાડવા માટે સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવી રહી છે અને રોપવે સંચાલક કંપની ઉષા બ્રેકો દ્વારા ટિકિટના દરોમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.
- આજે કરણી સેના અને સાધુસંતોએ સાથે રહીને આવેદનપત્ર પાઠવ્યું
આજે ગુજરાત પ્રદેશ કરણી સેના દ્વારા રોપવેના ટિકિટના જે ઊંચા દર રાખવામાં આવ્યાં છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ અને જૂનાગઢના સાધુસંતોએ સંયુક્ત રીતે હાજર રહીને ટિકિટના દર ઘટાડવામાં આવે તે પ્રકારની માગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ટિકિટના દર પણ નક્કી કરવામાં આવ્યાં હતાં. પ્રત્યેક બાળકોને 50 તેમજ વયસ્ક વ્યક્તિની 150 રૂપિયા ટિકિટ ફિક્સ રાખવાની આવેદનપત્રમાં માગ કરવામાં આવી છે.
ગિરનાર રોપ-વેના ટિકિટના દરને લઈને વ્યાપક વિરોધ, કરણી સેનાએ આપ્યું આવેદનપત્ર - Rope wat tickets
ગત 24 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત થયેલા ગિરનાર રોપ-વેના ટિકિટના દર હવે સમસ્યા સર્જી રહ્યાં છે. પાછલા એક અઠવાડિયાથી વિવિધ સંગઠનો દ્વારા ટિકિટના દરને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવીને ઉષા બ્રેકો કંપની ટિકિટના દર નીચા લાવે તેવી માગ કરતું આવેદન પત્ર પાઠવ્યું હતું.
ગિરનાર રોપ-વેના ટિકિટના દરને લઈને હવે વ્યાપક બની રહ્યો છે વિરોધ, કરણી સેનાએ આપ્યું આવેદનપત્ર