- પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શર
- જૂનાગઢ જિલ્લાના યુવાન અને પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું
- મધમાખી ઉછેર કેન્દ્રના થકી યુવાન ખેડૂતો વર્ષ દરમિયાન સારુ આર્થિક પણ કમાઈ રહ્યા છે
જૂનાગઢઃજિલ્લાના યુવાન અને પ્રગતિશીલ ખેડૂતે ખેતી સહિત મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને સારૂ આર્થિક વળતર મેળવવાની સાથે ખેતીની દુનિયામાં અન્ય લોકોને પણ વિવિધતા સભર ખેતી કરવાની દિશામાં નવો રાહ ચિંધ્યો છે. યુવાન ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને સારું એવું આર્થિક હૂંડિયામણ કમાઈ રહ્યા છે સાથે સાથે ખેતીના પાકને પણ મધમાખી ઉછેર કેન્દ્ર થી ખૂબ ફાયદો થઇ રહ્યો છે.
મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ
જૂનાગઢ જિલ્લાની ગણતરી કૃષિપ્રધાન જિલ્લા તરીકે વર્ષોથી થતી આવી છે. અહીં શિયાળો ઉનાળો અને રવિ સિઝનમાં કૃષિના અલગ-અલગ પાકો લેવાતા રહ્યા છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢ જિલ્લાના અને ખાસ કરીને યુવાન ખેડૂતો ખેતી ના નવા રાહ પર ચાલવાનું શરૂ કર્યું છે જૂનાગઢ તાલુકાના કેટલાક ખેડૂતોએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને ખેતીની સાથે મધ ઉછેર કરી ને સારું આર્થિક હૂંડિયામણ વર્ષ દરમિયાન મેળવી રહ્યા છે પારંપરિક ખેતી પદ્ધતિ ની સાથે શરૂ થયેલું મધ ઉછેર કેન્દ્ર ખેતીના અન્ય પાકોને પરાગનયન દ્વારા પણ ખૂબ મોટો ફાયદો કરાવી આપે છે ખેતરમાં ઉભેલા પાકો માંથી મધમાખી પરાગ નયન ની પ્રક્રિયા દરમિયાન મધ એકઠું કરે છે જેનો ફાયદો ખેતરમાં ઉભેલા કૃષિ પાકોને પણ થઈ રહ્યો છે.
પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શરૂ યુવાન અને પ્રગતિશીલ ખેડૂતે કૃષિપાકોની સાથે અન્ય ખેતી કરવાનો નવો રાહ ચીંધ્યો
જૂનાગઢના સુખપુર નજીક રહેતા આશિષ પટોળીયા નામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂતે પારંપરિક અને ઋતુ અનુસાર ખેતી કરવાની સાથે મધમાખી ઉછેર કેન્દ્ર પણ શરૂ કર્યું છે. મધમાખી ઉછેર કેન્દ્રની પ્રેરણા તેમણે સોશિયલ મીડિયાના મારફતે મળી હતી ત્યાર બાદ છેલ્લા ચાર વર્ષથી આશિષ પટોળીયા નામનો યુવાન ખેડૂત સો જેટલી કુત્રિમ મધમાખી ઉત્પાદન કેન્દ્ર ની પેટીઓ થકી મધ ઉછેર કરી રહ્યો છે જેમાં તેમને પ્રાથમિક અને પ્રથમ ખર્ચ તરીકે મધમાખી અને તેના ઉછેર માટેની પેટીઓનો ખર્ચ થયો હતો ત્યારબાદ હવે બિલકુલ વિનામૂલ્યે કહી શકાય તે પ્રકારે મધ ઉછેર કરી ને સારું આર્થિક પણ કમાઈ રહ્યો છે.
વિવિધ ખેતી પાકો નજીક મધમાખી ની પેટીઓ મૂકવાથી કુદરતી રીતે મધ એકઠું થઇ રહ્યું છે.
જે કોઈ પણ જગ્યા પર ખેતી પાક લેવામાં આવતા હોય છે આવી જગ્યા પર મધમાખીની કુત્રિમ પેટીઓ રાખવામાં આવે છે આ પેટીમાં રહેલી મધમાખીઓ કૃષિ પાકોમાં આવેલા ફુલો પરથી પરાગ નયન કરીને ફૂલોનો રસ ચૂસી મધમાખીઓએ બનાવેલા મધપૂડામાં તેને એકત્રિત કરવામાં આવે છે અને થોડા જ સમયમાં કુત્રિમ મતપેટીમાં મધમાખીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા મધપૂડામાં અમૃત સમાન મધ એકઠું થતું જોવા મળતું હોય છે પ્રારંભિક તબક્કાના ખર્ચ બાદ મધ ઉછેર કેન્દ્રમાં શારીરિક શ્રમ અને થોડીક તકેદારી સાથે ખૂબ સારું આર્થિક વળતર જૂનાગઢના યુવાન ખેડૂતો મેળવી રહ્યા છે.