31 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગિરનાર રોપ-વેનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા
આગામી 31મી ઓક્ટોબરના દિવસે ગુજરાતના મહેમાન બનવા જઇ રહેલા વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢના ગિરનાર પર્વત પર બની રહેલા એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વેને રાષ્ટ્રને સમર્પિત કરી શકે છે. આ સમયે જૂનાગઢમાં રાજ્ય અને કેન્દ્રના કેટલાક પ્રતિનિધિઓ હાજર રેહશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢ: આગામી 31મી ઓકટોબરના દિવસે ગુજરાતના મહેમાન બનવા જઇ રહેલા વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢના ગિરનાર પર્વત પર બની રહેલા એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વેને રાષ્ટ્રને સમર્પિત કરી શકે છે. આ સમયે જૂનાગઢમાં રાજ્ય અને કેન્દ્રના કેટલાક પ્રતિનિધિઓ હાજર રહશે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આયોજિત કરેલા કાર્યક્રમમાં સંભવિત હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળ પરથી એશિયાના સૌથી લાંબા રોપવેના લોકાર્પણની શક્યતાને નકારી શકાય તેમ નથી. ગિરનાર રોપ-વે વડાપ્રધાન મોદીના સ્વપ્ન તરીકે પહેલા દિવસથી જ માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ રહ્યો છે.