ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન મોદી જૂના સાથીઓ અને RSSના સ્વયંસેવકો સાથે કરી રહ્યાં છે ટેલિફોનિક વાતચીત - વડાપ્રધાન મોદી ન્યૂઝ

કોરોના મહામારીની વચ્ચે વડાપ્રધાન મોદી તેમના જૂના સાથીઓ અને RSSના સ્વયંસેવકો સાથે હવે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢના રત્નાબાપા સાથે વડાપ્રધાન મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમની સેવાઓને બિરદાવી હતી. જેના ભાગરૂપે શનિવારે પૂર્વ આરોગ્યપ્રધાન અને RSSના સ્વયંસેવક હેમાબેન આચાર્ય સાથે પણ મોદીએ ટેલિફોનિક વાતચીત કરીને કોરોના અંગે સાવચેત રહેવા અને સમગ્ર અભ્યારણમાં તેમનો માર્ગદર્શન મેળવ્યું હતું.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Apr 25, 2020, 8:18 AM IST

જૂનાગઢઃ વડાપ્રધાન મોદી કોરોના વાઈરસને લઈને તેમની ઓફિસમાંથી દેશના લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો સિલસિલો શરૂ કર્યો છે. થોડા દિવસ અગાઉ મોદીએ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય રત્ના બાપા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમના આરોગ્ય અંગે પૂછપરછ કરી હતી. તેમજ તેમના દ્વારા દાન આપવામાં આવ્યું છે તેવી દેશદાઝ અને દેશ સેવાને મોદીએ બિરદાવીને તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જૂનાગઢના બીજા એક પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્ય સાથે પણ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી

મોદીએ હેમાબેન સાથે વાતચીત કરતાં તેમની ખબરઅંતર પૂછી હતી અને સમગ્ર મામલે સચેત રહેવાની અને તેમના આરોગ્યની કાળજી લેવાની વિનંતી કરી હતી. આ સાથે સાથે હેમાબેન પૂર્વ આરોગ્ય પ્રધાન પણ રહી ચૂકયા છે, ત્યારે સમગ્ર મામલાને લઇને તેમની સૂચનો અને માર્ગદર્શન પણ ખૂબ જ ઉપયોગી માનીને મોદીએ તેમની સાથે કોરોના વાઈરસને લઈને જે કામગીરી ચાલી રહી છે. તેમાં તેમના સૂચનો અને માર્ગદર્શન ને અનિવાર્ય ગણીને તેમની સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન કોરોના વાઇરસ સામેની મહા લડાઈમાં માર્ગદર્શન પણ મેળવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details