જૂૂનાગઢમાં જન અધિકાર મંચના પ્રમુખે ખેડૂતોની મુલાકાત લીધી - Junagadh latest news
જૂનાગઢઃ માંગરોળના ખેડૂતોની મગફળી તેમજ કપાસનો પાક નિષ્ફળ જતાં જન અધિકાર મંચના પ્રવિણ રામે માંગરોળ તાલુકાના ખેડૂતોની મુલાકાત કરી હતી. માંગરોળ તાલુકામાં પ્રથમ વરસાદે ખેડુતોના પાકને પચાસ ટકા જેટલું નુકશાન થયું હતું, ત્યારબાદ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની મગફળી કપાસ સહીતના પાકો નિષ્ફળ ગયા છે.
જૂૂનાગઢમાં જન અધિકાર મંચના પ્રમુખે ખેડૂતોની લીધી મુલાકાત
જગતનો તાત ચિંતામાં છે. તેવામાં જન અધિકાર મંચના પ્રવિણ રામે આજે માંગરોળ તાલુકાના ખેડુતોની મુલાકાત લીધી હતી. ખેડુતો સાથે મળીને 11 નવેમ્બરના રોજ ખેડુત આંદોલન કરવાની તૈયારી કરી છે. જયારે ખાસ વાત કરવામાં આવે તો દર સીજનમાં દેવ દિવાળી આસપાસ ઘઉંનું વાવેતર ખેડુતોએ કરેલુ હોય છે. પરંતુ, આ વર્ષમાં કમોસમી વરસાદથી હજુ પણ 20 દિવસ ઘઉંનું વાવેતર થઇ શકશે નથી, જેથી ઘઉંનો શિયાળુ પાકમાં પણ નુકશાન થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.