જુનાગઢઃ કેશોદના સોંદરડા ગામના ગેરલાયક ઠેરવાયેલા પૂર્વ સરપંચ વિરૂદ્ધ સિવિલ મેટર તેમજ ફોજદારી કરવા લેખિત માંગ કરવામાં આવી છે. આ પૂર્વ સરપંચ પર પાણીની ટેંક અને ભૂગર્ભ ગટરની ગ્રાન્ટની ઉચાપત કરવાનો આક્ષેપ છે.
કેશોદમાં સોંદરડાના પૂર્વ સરપંચ વિરૂદ્ધ સિવિલ મેટર અને ફાેજદારી કરવા લેખિત માંગ - કેશોદ ન્યૂઝ
જૂનાગઢમાં પૂર્વ સરપંચે ગ્રાન્ટની રકમમાં ઉચાપત કરી હતી. જેને લઈને વર્તમાન સરપંચે તેમના વિરુદ્ધ સિવિલ મેટર તેમજ ફોજદારી કરવા લેખિત માંગ કરી છે.
આ પૂર્વ સરપંચે એક યોજનામાં 1 લાખ રકમની ઉચાપત કરી છે, જ્યારે બીજી યાોજનામાં 5 લાખ જેટલી રકમની ઉચાપત કરી હતી. હાલના સરપંચ સુરજભાઇ ચાવડાએ પૂર્વ સરપંચ દાસા કાનાભાઇ ખાંભલા વિરૂદ્ધ સિવિલ અને ફોજદારી ફરિયાદ કરવા તંત્ર પાસે કરી લેખિત માંગ કરી હતી. જે તે સમયે સરકારી તંત્રની તપાસ દરમિયાન તેમને ઉચાપત કરી હોવાનું સાબિત થયું હતું.
વર્તમાન સરપંચે પૂર્વ સરપંચ અંગે કરેલી લેખિત માંગ સાથે પુરાવાઓ પણ રજૂ કર્યા હતાં. તંત્ર ત્યારે પુર્વ સરપંચ વિરુદ્ધ કોઈ પણ પગલા લેવા નિષ્ફળ રહ્યું હતું, પરંતુ હાલ વર્તમાન સરપંચ દ્વારા કરવામાં આવેલી માંગને પગલે તંત્ર સફાળુ જાગી ગયું છે.