સાધના કુટીરના પ્રસન્ના દેવી દેવલોક પામ્યા, ખ્રિસ્તી ધર્મ અનુસાર કરાઈ અંતિમ વિધિ જૂનાગઢ:ગિરનારની ગોદમાં આવેલા આત્મેશ્વર નજીક સાધના કુટીરમાં પાછલા ચાલીસ વર્ષથી ધર્મ અને વિશ્વ કલ્યાણ અર્થે તપાસ ચર્યા કરતા પ્રસન્ના દેવી દેવલોક પામ્યા છે. જેની અંતિમ વિધિ ખ્રિસ્તી ધર્મ અનુસાર સી એન કેથેલિક ચર્ચમાં કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતના પાદરીઓ જોડાયા હતા. પ્રસન્ના દેવીને અંતિમ વિદાય આપી હતી.
સાધના કુટીરના પ્રસન્ના દેવી દેવલોક પામ્યા અપાય અંતિમ વિદાય:મૂળ કેરલના પરંતુ પાછલા 40 વર્ષ કરતાં વધુ સમયથી ગિરનારની ગોદમાં આવેલા આત્મેશ્વર નજીક સાધના કુટીરમાં છેલ્લા 40 વર્ષથી વિશ્વ કલ્યાણ અને ધર્મ માટે તપસ્યા કરવા આવેલા પ્રસન્ના દેવી ગત 27 ફેબ્રુઆરીના દિવસે દેવલોક પામ્યા હતા. જેની આજે ખ્રિસ્તી ધર્મ અનુસાર અંતિમ વિધિ જુનાગઢના સી એન કેથેલિક ચર્ચમાં પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી ચર્ચના પાદરીઓ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રસન્ના દેવીને અંતિમ વિદાય આપી હતી. પ્રભુ ઈસુ તેમને સ્વર્ગમાં સ્થાન આપે તે માટે પ્રાર્થના કરી હતી.
સાધના કુટીરના પ્રસન્ના દેવી દેવલોક પામ્યા આ પણ વાંચો Junagadh News : કોરોના સર્ટિફિકેટ સાચા છે કે ખોટા તપાસ માટે કલેકટરે સત્યશોધક સમિતિની કરી રચના
વર્ષોથી ચર્ચમાં રહેતા હતા:પ્રસન્નના દેવી આત્મેશ્વર નજીક સાધના કુટીરમાં તપસ્યા કરતા હતા. પાછલા કેટલાક વર્ષોથી પ્રસન્ના દેવી જુનાગઢના સી એન કેથેલિક ચર્ચમાં આવ્યા હતા. અહીં જ તેમણે તેમના જીવનનો અંતિમ સમય પણ પસાર કર્યો હતો. ત્યારે ગત 27 મી તારીખે અવસ્થાને કારણે પ્રસન્ના દેવી દેવલોક પામ્યા હતા. જેની આજે ખ્રિસ્તી ધર્મ અનુસાર અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેના દર્શનાર્થે સમગ્ર રાજ્ય માંથી કેથેલાક ચર્ચના પાદરીઓ જુનાગઢ આવ્યા હતા. દિવંગત પ્રસન્ના દેવીને અંતિમ વિદાય આપી હતી.
આ પણ વાંચો Junagadh Crime: મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરી ગઠીયો ફરાર, સીસીટીવીમાં થયા કેદ
ખ્રિસ્તી ધર્મ અનુસાર અંતિમવિધિ:દેવલોક પામેલા પ્રસન્ના દેવીની અંતિમ વિદાય ખ્રિસ્તી ધર્મ અનુસાર કરવામાં આવી હતી. બે દિવસ સુધી પ્રસન્ના દેવીના નિષ્પ્રાણ દેહને સી એન ચર્ચ મા દર્શનાર્થે રાખ્યવામાં આવ્યા હતા. બાદમાં ધર્મના અનુયાયીઓ અને પાદરીની હાજરીમાં પ્રસન્ન દેવીની પૂજા ખ્રિસ્તી ધર્મ અનુસાર કરવામાં આવી હતી. જેમાં પણ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ સામેલ થયા હતા. હિન્દુ ધર્મના આશ્રમમાં સન્યાસી તરીકે તપસ્ચર્યા કરતા પ્રસન્ના દેવીની ખ્રિસ્તી ધર્મ પરંપરા મુજબ આજે અંતિમવિધિ કરવામાં આવી હતી.