ગુજરાત

gujarat

By

Published : Jun 27, 2019, 2:24 PM IST

Updated : Jun 27, 2019, 3:27 PM IST

ETV Bharat / state

જૂનાગઢના કેશોદમાં PGVCLની કચેરીમાં જ વીજ બચાવ અભિયાનનો ફિયાસ્કો

જૂનાગઢઃ એકતરફ ખેડૂતો વીજળી માટે તરસી રહ્યાં છે, ત્યારે કેશોદમાં PGVCLની કચેરીમાં અધિકારીઓની ગેરહાજરીમાં પણ વીજપ્રવાહ સતત ચાલુ રાખવામાં આવે છે. જેના કારણે સરકારનો વીજ બચાવ અભિયાનનો ફિયાસ્કો થતો હોવાનું જણાય છે.

hd

કેશોદમાં ડે. એન્જીનિયરની ઓફિસમાં બિન જરૂરી વિજ પ્રવાહનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઓફિસમાં કોઈ ન હોવા છતાં લાઈટ-પંખો સતત ચાલુ રાખવામાં આવે છે.

જૂનાગઢના કેશોદમાં PGVCLની કચેરીમાં જ વીજ બચાવ અભિયાનનો ફિયાસ્કો

ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વિજળીની ભારે હાલાકી પડી રહી છે, ત્યારે PGVCLની કચેરીમાં બિનજરૂરી વિજ વપરાશની છુટ હશે કે કેમ? તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

વિજળની સમસ્યાને લઈને ગ્રામવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. PGVCLને વિજ બચાઓ ઝુંબેશનું નિયમન કરવાનું હોય છે, પરંતુ ખુદ PGVCLની ઓફિસમાં આ પ્રકારે વિજળીનો વ્યય થતો હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.

Last Updated : Jun 27, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details