જૂનાગઢઃ નબળી નેતાગીરીને લઈને હવે જૂનાગઢ મહાનગરમાં પોસ્ટર યુદ્ધ જોવા મળી રહ્યું છે. જે પ્રકારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પ્રાથમિક જરુરિયાત એવા પબ્લિક માટે લાયક જાહેર શૌચાલય, વાહન પાર્કિંગ અને પીવાનું ચોખ્ખું પાણી આજે આઝાદીના 70 વર્ષ પછી પણ નબળી નેતાગીરી પૂરું પાડી શકતી નથી અને વિરોધમાં લોકો પણ હવે માનસિક રીતે હતાશ બની ગયા હોય તે પ્રકારે તેમને મળતા અધિકારોની માંગણી પોસ્ટર દ્વારા જૂનાગઢ શહેરમાં થતી જોવા મળી રહી છે.
જૂનાગઢની નબળી નેતાગીરી હવે જન માનસ પર પોસ્ટર રૂપે છવાઈ - જનાક્રોશ
જૂનાગઢ મહાનગર નબળી નેતાગીરીનુ શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે. હવે પોતાની જરૂરિયાત અને માળખાકીય સુવિધાઓ મેળવવા માટે લોકોએ પોસ્ટરનો સહારો લીધો છે. જૂનાગઢ મગહાનગરપાલિકાની કામગીરી સુધારવા માટે પોસ્ટરો લગાવીને મનપા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
છેલ્લા 48 કલાકથી જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં પીવાનું ચોખ્ખું પાણી પાર્કિંગ માટેની જગ્યાઓ પૂરી પાડવી જાહેર સ્થળો પર મહિલા અને પુરૂષો માટેના શૌચાલય અને નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશન સહિત જૂનાગઢના કેટલાક પ્રશ્નોને લઈને બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં જૂનાગઢને મળવાપાત્ર મૂળભૂત સુવિધાઓ પણ નથી મળતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઝાદીને 70 વર્ષ પછી પણ મહાનગર જેવા વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માગ બેનરો દ્વારા કરવી પડી રહી છે. તે દર્શાવે છે કે, જૂનાગઢની નબળી નેતાગીરી હવે જૂનાગઢના જન માનસ પર પોસ્ટર રૂપે છવાઈ ગઈ છે.
છેલ્લા 7 વર્ષથી જૂનાગઢ મહાનગરમાં ભાજપનું શાસન જોવા મળે છે. પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી ભાજપ સત્તા સ્થાને છે. તેમ છતાં ભાજપને સત્તા આપનારા જૂનાગઢના શહેરીજનો આજે જાહેર શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી અથવા તો તેને મેળવવા માટે પોસ્ટરો દ્વારા જનાક્રોશ રજૂ કરવો પડે છે. તે બાબત ખૂબ જ નિંદનીય ગણી શકાય જે પ્રકારે જૂનાગઢ શહેર અને જિલ્લો નબળી નેતાગીરી નું આદર્શ બનતો જાય છે. તે મુજબ હવે જૂનાગઢના લોકો પણ પોતાની મળવાપાત્ર પ્રાથમિક સુવિધાઓને લઈને જવાબદાર તંત્ર સુધી નથી જોઈ રહ્યા અને જે નબળી નેતાગીરી જૂનાગઢના લોકોના માનસપટ પર છવાઇ રહી છે. તે હવે જૂનાગઢના લોકોને માનસિક રીતે નબળા પણ બનાવી રહ્યા છે અને તે કારણથી લોકો સત્તાધીશો સુધી પહોંચવા માટે પ્રત્યક્ષ રીતે પોસ્ટરનો સહારો લઈ રહ્યા છે.