મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેશોદ ખાતે સંકલન બેઠક જૂનાગઢ : આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હવે તેનું મિશન લોકસભા શરૂ કર્યું છે. તે મુજબ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેશોદ ખાતે કાર્યકર્તાઓ મોરચાના પ્રમુખ અને સહકારી સંઘના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક જૂનાગઢ અને પોરબંદર લોકસભા સીટને લઈને મહત્વની મનાઈ રહી છે.
કેશોદ ખાતે સંકલન બેઠક :જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ અને પોરબંદરના સાંસદ રાજેશ ચુડાસમા, રમેશ ધડુકની સાથે જિલ્લાના પ્રમુખ ધારાસભ્યો અને અગ્રણી સહકારી સંસ્થાના આગેવાનોની તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જાણે કે શરૂ કરી દીધી હોય તે પ્રમાણે બેઠકોનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાનું કેશોદ અને પોરબંદર લોકસભા માટે એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ અને પોરબંદરના સાંસદોની સાથે કાર્યકર્તાઓ સંગઠનના અગ્રણી નેતાઓ કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે મહત્વની બેઠક અને ચર્ચાઓ કરી હતી.
આ પણ વાંચો :BJP Foundation Day 2023 : રાજકારણમાં નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાત ભાજપ માટે બ્રાન્ડ એમ્બેસેડર સ્થાપિત
લોકસભા ચૂંટણી મુદ્દે કાર્યકરોને આપ્યું માર્ગદર્શન :લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે. આવી પરિસ્થિતિમાં જુનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક માટે મહત્વના ગણાતા કેશોદ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી. કાર્યકરો, અગ્રણી નેતાઓ વિવિધ મોરચાના પ્રમુખ પ્રમુખ સહિત સહકારી સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોની સાથે જૂનાગઢ અને પોરબંદરના સાંસદ જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો જોડાયા હતા.
આ પણ વાંચો :Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ
વધુ મતદારો કોણ : કેશોદ વિધાનસભા મતવિસ્તાર પોરબંદર અને જુનાગઢ લોકસભા બેઠક માટે ખૂબ મહત્વનો બની રહેશે. જેને લઇને આજની બેઠકનું સ્થળ કેશોદ રાખવામાં આવ્યું છે. કેશોદ વિધાનસભા બેઠક પાટીદાર કોળી અને દલિત મતદારોને લઈને મહત્વની માનવામાં આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓની નજર કેશોદ વિધાનસભા બેઠક પર આગામી લોકસભાની ચૂંટણીને લઈને મંડાયેલી જોવા મળશે, ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેશોદ ખાતે બેઠક કરીને પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ધારાસભ્યો સાંસદો અને કાર્યકરોને આગામી ચૂંટણી અને સંગઠનને લઈને માર્ગદર્શન આપ્યું હતું.