ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ બેઠકના ઉમેદવાર પુંજા વંશ આવતી કાલે નોંધાવશે ઉમેદવારી - Nomination

જૂનાગઢ: લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી જંગમાં ઉમેદવાર તરીકે પુંજાભાઈ વંશની પસંદગી કરવામાં આવી છે. પૂંજા વંશ આવતી કાલે ઉમેદવારી નોંધાવશે.

ફાઇલ ફોટો

By

Published : Apr 1, 2019, 10:19 PM IST

જૂનાગઢની બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી મેળવ્યા બાદ પૂંજા વંશ આવતી કાલે ઉમેદવારી નોંધાવશે. પૂંજા વંશ સવારે 9 કલાકે કોંગ્રેસના કાર્યકરતાઓ સાથે રેલી કાઢીને ઉમેદવારી પત્ર રજુ કરશે.

આવતી કાલે જૂનાગઢ લોકસભા સીટ પર ચૂંટણી જંગના શ્રી ગણેશ થવા જઇ રહ્યા છે. આવતી કાલે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશ કાર્યકરોને સંબોધીને તેમની ઉમેદવારી રજુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચશે.

આ સમયે તેમની સાથે જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો તેમજ પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હાજર રહીને જૂનાગઢ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા કાર્યકરોને અપીલ કરશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં જૂનાગઢ સીટ પરથી પુંજાભાઈ વંશનો 1 લાખ કરતા પણ વધુ મતોથી પરાજય થયો હતો. ત્યારે ફરી એક વખત જીતના વિશ્વાસ સાથે આવતી કાલે ઉમેદવારીપત્રક ભરશે.

ABOUT THE AUTHOR

...view details