- જેતપુરના ઔદ્યોગિક એકમો જૂનાગઢની નદીઓને કરી રહ્યા છે પ્રદૂષિત
- નદીના પ્રવાહમાં કેમિકલયુક્ત અને દૂષિત પાણી ભળતા જમીનનું સ્તર પણ બન્યું નબળી ગુણવત્તાનું
- કેમિકલયુક્ત પાણીને કારણે આ વિસ્તારમાં ચામડી અને કેન્સર જેવા ભયાનક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે
- પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પ્રદૂષિત એકમોને સીલ કરવા પર ઢાંકપિછોડો કરતાં જોવા મળ્યાં
જેતપુરઃ જેતપુરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલયુકત અને દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે જુનાગઢ વિસ્તારની આસપાસમાં આવેલી સ્થાનિક નદીઓ ભારે પ્રદુષિત બની રહી છે. જેથી જમીનનું સ્તર ખૂબ જ વકરી રહ્યું છે અને લોકોના આરોગ્ય પર પ્રદૂષિત પાણીની ખૂબ જ વિપરીત અસરો જોવા મળી રહી છે. પરંતુ સમગ્ર પ્રદૂષણને લઈને પ્રદૂષણ વિભાગના અધિકારીઓ ઢાંકપિછોડો કરતા હોય તેમ આ સમસ્યા દર વર્ષે વકરતી જતી જોવા મળી છે, જેને લઇને ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે.
જૂનાગઢ વિસ્તારની સ્થાનિક નદીઓમાં જેતપુરથી ફેલાતું પ્રદૂષણ ભળતા નદીઓ બની પ્રદૂષિત
છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢની સ્થાનિક નદીઓ જેતપુરના ઔદ્યોગિક એકમોમાંથી સતત દિવસ-રાત છોડવામાં આવતું કેમિકલયુક્ત અને દૂષિત પાણીને કારણે આ વિસ્તારની નદીઓ સતત પ્રદુષિત બની રહી છે. પ્રદૂષણને લઈને આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે. પાછલા કેટલાક વર્ષોથી પ્રદૂષણને લઈને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પણ વારંવારની રજૂઆત કરી છે. તેમ છતાં જૂનાગઢના અધિકારીઓ બહેરા કાને કશું સાંભળતા ન હોય તે પ્રકારે ખેડૂતો અને ગામ લોકોની ફરિયાદ પ્રત્યે ઉદાસીન વલણ દાખવીને જેતપુરના ઔદ્યોગિક એકમો દ્વારા જે કેમિકલ યુક્ત અને દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેના પર ઢાંકપિછોડો કરતા જોવા મળી રહ્યા છે. ઈટીવી ભારતે સમગ્ર મામલાને લઈને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ આ અધિકારીઓ કેમેરા સમક્ષ કશું બોલવા માટે તૈયારી દર્શાવી ન હતી, તે બતાવી આપે છે તે તેઓ પણ આ પ્રદૂષણમાં સામેલ હોઈ શકે છે.
પ્રદૂષિત પાણીથી ગંભીર બીમારી અને જમીનની ગુણવત્તા બની રહી છે સતત હલકી
જૂનાગઢ જિલ્લાના ઝાલણસર ભેંસાણ અને ધંધુસર વિસ્તારની કેટલીક સ્થાનિક નદીઓમાં જેતપુરથી આવતું સાડીના કારખાનાઓનું કેમિકલયુક્ત અને દૂષિત પાણી નદીના પ્રવાહમાં સતત વહી રહ્યું છે. જેતપુરથી પસાર થતી ભાદર નદીમાં પ્રદૂષિત અને દૂષિત પાણી જૂનાગઢ સુધી સ્થાનિક નદીઓ મારફતે પહોંચે છે. જેને લઇને જૂનાગઢ વિસ્તારની ખેતી લાયક જમીન બિન ઉપજાવ બની રહી છે. કેમિકલયુક્ત પાણીને કારણે જમીનના ભૂગર્ભ જળ પણ કેમિકલયુક્ત પાણીથી ગંભીર બની રહ્યા છે. તેમજ પાણીની વિપરીત અસરોને કારણે આ વિસ્તારમાં ચામડી અને કેન્સર જેવા કહી શકાય તેવા ગંભીર પ્રકારના રોગ જોવા મળી રહ્યા છે.
જેતપુરના ઔદ્યોગિક એકમોને કારણે જૂનાગઢની સ્થાનિક નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું - જૂનાગઢ સ્થાનિક નદીઓ
જેતપુરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલયુકત અને દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે જુનાગઢ વિસ્તારની આસપાસમાં આવેલી સ્થાનિક નદીઓ ભારે પ્રદુષિત બની રહી છે. જેથી જમીનનું સ્તર ખૂબ જ વકરી રહ્યું છે અને લોકોના આરોગ્ય પર પ્રદૂષિત પાણીની ખૂબ જ વિપરીત અસરો જોવા મળી રહી છે
Riveer