જૂનાગઢ શહેરમાં દૂષિત અને પ્રદુષિત પાણી વિતરણ થતું હોવાને કારણે આગામી દિવસોમાં જૂનાગઢની જનતા કોઈ પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવી જાય તેવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
જૂનાગઢ મનપાની બેદરકારી, જનતાને પીવાના પાણીના નામે અપાઈ રહ્યુ છે "પ્રદુષિત પાણી" - filter plant
જૂનાગઢઃ શહેરની પાંચ લાખ કરતા વધુની જનતાના આરોગ્ય પર જોવા ખતરો મળી શકે છે. મનપાના શાસકો દ્વારા લોકોની પાયાની જરૂરિયાત સમી પીવાના પાણીની જરૂરિયાત સામે બેદરકારી કરવામાં આવી રહી છે. પાદરીયા નજીક બનાવવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ નિર્માણના ત્રણ વર્ષ થઇ ગયા હોવા છતાં તે શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યો છે.
સમગ્ર દેશ અને રાજ્યમાં સરકાર દ્વારા લોકોની સુખાકારી અને લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે સરકારો જાગૃત અને કાર્યરત છે તેવી વાતો છડે ચોક કરવામાં આવી રહી છે. પરંતુ, જૂનાગઢમાં આ વાતો જાણે કે એક સ્વપ્ન હોય તેવું લાગી રહ્યું છે શહેરના પાદરીયા ગામ નજીક જુનાગઢ મનપા દ્વારા બનાવવામાં આવેલો પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટના મઆજે લોકાર્પણ ને ત્રણ વર્ષ વીતવા છતાં હજુ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. ફિલ્ટર પ્લાન્ટની હાલત જોતા એવું ચોક્કસ કહી શકાય કે, આ પાણી કોઈ પણ પશુ પક્ષી કે ઝાડને આપવામાં આવે તો તે તમામને નુકસાન કરી શકે છે. આ અંગે સમગ્ર મામલાને લઇને જૂનાગઢ મનપાના પદાધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા પદાધિકારીઓએ ચૂંટણીની આચાર સંહિતા ચાલી રહી છે તેને લઈને આ ફિલ્ટર પ્લાન્ટ બંધ થવાનું કારણ અને ક્યારે શરૂ થશે તે અંગે કંઈ પણ બોલી શકાય નહીં આવો રામબાણ સમો જવાબ આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે ફિલ્ટર પ્લાન્ટનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટ ટૂંક જ સમયમાં જુનાગઢના શહેરીજનોને સુવિધા પૂરી પાડશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. પરંતુ પ્રધાને કરેલા દાવા મુજબ હવા મહેલ બનવાની જગ્યાએ હવે આ ફિલ્ટર પ્લાન્ટ ખંડેર મહેલ બની ગયો છે તેવું દેખાય રહ્યું છે.
મનપાના શાસકો લોકોની સુખાકારીને નેવે મૂકીને માત્ર સ્વ પ્રચારમાં અને બચાવમાં મનપાનું શાસન કરતા હોય તેવો ઘાટ જૂનાગઢ મનપામાં જોવા મળી રહ્યો છે.