- કંપનીના માસ્તરે 2 શખ્સોને જાહેર રસ્તા પર લાકડીના ઘા ઝીક્યા
- ગંભીર ઇજા પહોંચતા બન્ને શખ્સોને હોસ્પિતલમાં ખસેડાયા
- મારામારીની સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ
સુરતઃ માંગરોળના બોરસરા GIDCની એક કંપનીના માસ્તરે રૂપિયાની લેતી દેતી મામલે 2 લોકોને લાકડીના સપાટા મારીને લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની પાલોદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બાદ, 108 એમ્બ્યુલન્સને બોલાવીને ઇજા પામેલા બન્ને વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસે ગણતરીની કલાકમાં જ કંપની માસ્ટરને દબોચી લીધો