ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV Bharat Impact: જૂનાગઢના ભીડભાડવાળા વિસ્તારને પોલીસે કરાવ્યો ખાલી - Junagadh Police

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢવાસીઓ બેફામ આ લૉકડાઉનનો ભંગ કરી રહ્યા હતા. જૂનાગઢના રસ્તાઓ પર લોકોની ભીડ જામી હતી, જે સમાચાર ઇટીવી ભારત દ્વારા છાપવામાં આવતા તેની અસર જોવા મળી રહી છે. શહેર પોલીસે તમામ ભીડવાળા વિસ્તારમાં પહોંચીને તેને ખાલી કરવામાં આવ્યા છે.

Etv BHarat, Gujarati News, Junagadh News, Etv BHarat Impact
Junagadh

By

Published : Apr 7, 2020, 2:26 PM IST

જૂનાગઢઃ સોમવારે જૂનાગઢના પંચ હાટડી વિસ્તારમાં સવારના સમયે ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી, જેને લઇને ETV ભારતે અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારે મંગળવારે જૂનાગઢ જિલ્લા પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવતા અહીં હવે લોકડાઉનની સાચી અસર જોવા મળી રહી છે.

Junagadh
છેલ્લા ૧૨ દિવસથી જૂનાગઢમાં લોકડાઉનને લઈને લોકોને અજ્ઞાનતાની સાથે ગંભીર બેદરકારી સામે આવી રહી હતી, ત્યારે કોરોના જેવા ચેપી વાઇરસ સામે લોકોની અજ્ઞાનતા અને બેદરકારી જૂનાગઢને ભારે પડી શકે છે. તેવા દ્રશ્યો જૂનાગઢના પંચ હાટડી ચોક વિસ્તારમાં સવારના 8થી બપોરના ૧૨ સુધી જોવા મળતા હતા. જેને લઇને ETV ભારતે સોમવારે એક અહેવાલ રજૂ કર્યો હતો. જેના પરિણામે મંગળવારે જૂનાગઢ જિલ્લા પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવતા હવે આ વિસ્તારમાં લોકડાઉનનો સાચો અમલ જોવા મળી રહ્યો છે.
Junagadh
જૂનાગઢના આઝાદ ચોકથી લઈને પંચહટડી વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોને અવરજવર જોવા મળે છે. આ વિસ્તારમાં શાકભાજી કરિયાણું અને ફ્રુટની બજાર આવેલી છે. લોકો સામાજિક અંતરનો સદંતર ભંગ કરીને ખરીદી કરતા જોવા મળ્યા હતા. તેને લઈને ખૂબ જ ભારે ચિંતાઓ વ્યાપી ગઇ હતી. લોકો કોરોના વાઇરસ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. જેને લઈને મંગળવારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાના આદેશને પગલે આઝાદ ચોકથી પંચ હાટડી ચોક વિસ્તારમાં જ વેપારીઓ ફ્રૂટ્સ અને શાકભાજીનો અસ્થાયી વેપાર કરતા હતા તેને તાકીદે ખસેડીને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા. જેથી આ વિસ્તારમાં હવે લોકડાઉનનો સાચો અમલ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details