ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં જુગાર રમતી 9 મહિલાઓને પોલીસે ઝડપી પાડી - Junagadh Police

સામાન્ય સંજોગોમાં જુગાર રમતા પુરુષ ઝડપાઈ આવતા હોય છે. જ્યારે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારના પરીસર એપાર્ટમેન્ટમાં મહિલા દ્વારા સંચાલિત જુગારધામ પર પોલીસે રેડ કરતા જુગાર રમતી 9 મહિલાઓ ઝડપાઇ હતી. તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢમાં જુગાર રમતી 9 મહિલાઓને પોલીસે ઝડપી પાડી
જૂનાગઢમાં જુગાર રમતી 9 મહિલાઓને પોલીસે ઝડપી પાડી

By

Published : Jul 25, 2020, 10:44 PM IST

જૂનાગઢઃ શહેરના વિકસિત અને પોષ ગણાતા એવા ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા પરિસર એપાર્ટમેન્ટમાં મહિલા દ્વારા સંચાલિત જુગારધામ પોલીસે ઝડપી પાડ્યું છે અહીં જુગાર રમતી નવ મહિલાઓ 1 લાખ 3 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢના પોષ વિસ્તાર તરીકે ગણાતા ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી પૂર્વ બાતમીને આધારે પોલીસ ઝાંઝરડા રોડ વિસ્તારના પરીસર એપાર્ટમેન્ટમાં રેડ કરતા જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

રેડ દરમિયાન પોલીસને 1 લાખ 3 હજાર અને 600 રૂપિયા જેટલો મુદ્દામાલ મળી આવ્યો હતો. જુગારધામમાંથી 3 મોબાઈલ અને સ્કૂટર પણ મળી આવ્યા હતા. સામાન્ય સંજોગોમાં જુગાર રમતા પુરુષ ઝડપાઈ આવતા હોય છે પરંતુ જૂનાગઢમાંથી મહિલા દ્વારા સંચાલિત અને મહિલાઓ જુગાર રમતા પકડાતાં સમગ્ર મામલો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details