જૂનાગઢના ભવન્તઃ વિસ્તારમાં આવતા યાત્રિકો પાસેથી કિંમતી સમાન અને રોકડની લૂંટ કરીને ફરાર આરોપી સામે ફરિયાદ કરવામાં આવી હતી. ગત 7મી તારીખે ભવનાથના પાજનાકા પુલ પાસે કેટલાક યાત્રિકો પાસેથી રોકડ રકમ અને કિંમતી મોબાઈલની ચોરી કરીને ફરાર થયેલા માણાવદરના આરોપી હિતેન રાવલને પકડી પાડીને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
જૂનાગઢમાં ભવનાથ મંદિરથી ઝડપાયો લુંટારૂ, અનેક લૂંટના કેસ ઉકેલાયા - JND
જૂનાગઢ: જૂનાગઢ પોલીસને યાત્રિકોને લૂંટતો લુંટારૂને ઝડપવામાં સફળતા મળી હતી. જેમાં ભવનાથ આવતા યાત્રીઓ પાસેથી લૂંટ ચલાવીને ફરાર થઇ ગયેલા માણાવદરના આરોપીને પકડી પાડીને જૂનાગઢ શહેર અને જિલ્લામાં કરવામાં આવેલી અનેક લૂંટના કેસને ઉકેલવામાં સફળતા મળી હતી.
હિતેનની પૂછપરછ કરવામાં આવતા માણાવદરના અન્ય એક શાહરૂખ ઉર્ફે લાલો ફિરોઝ ભાઈ પરમાર નામના આરોપીનું નામ ખુલતા બાંટવા પોલીસે તેની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની ભવનાથ તળેટીમાં દેશ અને દુનિયામાંથી યાત્રિકો આવતા હોય છે. જેને લઈને હિતેન અને લાલો નામનો આરોપી યાત્રિકો પાસે રહેલા કિંમતી સમાન અને રોકડની લુંટ ચલાવીને ફરાર થઇ જતા હતા. ત્યારે જૂનાગઢ પોલીસ આરોપી સુધી પહોંચતા ભવનાથ આવતા યાત્રિકો પણ હવે સલામતી સાથે તેમની યાત્રા કરી શકશે.