ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને DEOએ રચી પ્રકૃતિ પર કવિતા - Poem on Nature composed

આજે વિશ્વ વન દિવસ છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણની જવાબદારી નિભાવતા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) નૈષધ મકવાણાએ વન દિવસ નિમિત્તે કવિતાની રચના કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિત સૌ કોઈને વન્ય સૃષ્ટિને બચાવવા માટેનો એક માર્ગ કવિતાના માધ્યમથી કર્યો છે. તો વિશેષમાં શું કહ્યું તે જાણવા વિસ્તારથી વાંચો આર્ટિકલને

વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને DEOએ રચી પ્રકૃતિ પર કવિતા
વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને DEOએ રચી પ્રકૃતિ પર કવિતા

By

Published : Jun 5, 2020, 4:44 PM IST

જૂનાગઢ : આજે શુક્રવારના દિવસે સમગ્ર વિશ્વમાં વન દિવસની તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ધન્ય સૃષ્ટિના જતન અને તેના સંવર્ધન માટે અનેક કાર્યક્રમોનું આયોજન વૈશ્વિક સ્તરે થતું જોવા મળશે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણની જવાબદારી નિભાવતા DEO નૈષધ મકવાણાએ પ્રકૃતિ અને વન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કવિતાના માધ્યમથી વિદ્યાર્થીઓ અને સૌ કોઈને સંદેશો પાઠવ્યો હતો. આજના દિવસે પર્યાવરણ ખૂબ જ સંકટમાં જોવા મળી રહ્યું છે, ત્યારે વન દિવસની ઉજવણી ખૂબ જ મહત્વની બની રહેશે.

DEOએ રચી પ્રકૃતિ પર કવિતા
જિલ્લામાં DEO તરીકે ફરજ બજાવતા નૈષધ મકવાણા અધિકારી સાથે સાથે એક રાજ્ય સ્તરના કવિ તરીકેની કામગીરી અદા કરી રહ્યા છે, ત્યારે આજના વન દિવસે એક અધિકારીની સાથે કવિ સૌને સંદેશો આપવા માટે પ્રેરાય છે. શાળામાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પ્રકૃતિ પ્રત્યે સભાન બને અને તેની જાળવણીની સાથે સંવર્ધન પણ કરતા થાય તેવા ખાસ હેતુ સાથે કવિતા સમગ્ર શિક્ષણ જગતને વન દિવસના પાવન પ્રસંગે અર્પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details