જૂનાગઢ/સોમનાથ:તારીખ 17 મી એપ્રિલથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. બાદલપરા ગામે આ આખા કાર્યક્રમાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. @STSangamam નામાના એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં બાદલપરા ગામની મહેમાનગતી જોવા મળે છે, જેને લઈ પીએમ મોદીએ હ્રદયસ્પર્શી દ્રશ્યો, બાદલપરાના લોકોને અભિનંદન જેવા શબ્દો થકી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
અતિથિ દેવો ભવ:ની આપણી સંસ્કૃતિ દર્શાવે:@STSangamam નામાના એકાઉન્ટ પરથી એક વીડિયો સાથે એક ખાસ કેપ્શન પણ લખવામાં આવ્યુ છે, જે મુજબ "આ બહુ ખાસ છે. બાદલપરા ગામ, સોમનાથએ અમારા #STSangamam મહેમાનોનું એક પરિવારની જેમ સ્વાગત કર્યું. આખું ગામ ભેગું થયું અને મહેમાનો માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરી, એટલું જ નહીં પરંતુ તેઓએ તમિલ મહેમાનોને અપાર પ્રેમથી ભોજન પણ પીરસ્યુ. આ જીવનભરની યાદ છે, આ અતિથિ દેવો ભવ:ની આપણી સંસ્કૃતિ દર્શાવે છે."
11 મી સદીથી થયું છે સ્થળાંતર:સોમનાથ પર મહંમદ ગઝનીના આક્રમણ બાદ 11મી સદીથી સૌરાષ્ટ્ર અને દ્વારકા માંથી મુખ્યત્વે શિલ્ક કપડાનું વણાટ કામ કરતા લોકોનું સ્થળાંતર થયું હતું. જે પહેલા મહારાષ્ટ્રના દેવગીરી વિસ્તારમાં સ્થળાંતરિત થયા હતા ત્યારબાદ યાદવ કુળના શાસનના અંત પછી દેવગીરીથી તેઓ કર્ણાટકના વિજયનગરમાં સ્થાયી થયા. 14 મી સદીમાં શિવાજીના મરાઠા શાસન દરમિયાન મૂળ સૌરાષ્ટ્રના વણકરો તંજવુર અને મદુરાઈ જિલ્લામાં સ્થાયી થયા હતા. આજના દિવસે આ બે જિલ્લામાં મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા સો વર્ષ કરતા પણ વધુ સમયથી રહેતા લોકોની સંખ્યા 20 લાખની આસપાસ થવા જાય છે. આ લોકો આજે પણ રેશમના કપડા બનાવવાનું કામ કરી રહ્યા છે.