ગુજરાત

gujarat

ETV Bharat / state

નરસિંહ મહેતા સરોવરની થશે કાયાપલટ, આખરે 2 દાયકા પછી શરૂ થયું બ્યૂટિફિકેશનનું કામ

જૂનાગઢમાં આખરે 2 દાયકા પછી નરસિંહ મહેતા સરોવરના (Junagadh Narsinh Mehta Sarovar) બ્યૂટિફિકેશનનું કામ શરૂ (Narsinh Mehta Sarovar Beautification work) કરવામાં આવ્યું છે. અહીં શહેરની બરાબર મધ્યમાં વિશ્વ સ્તરીય પર્યટન સ્થળ આકાર લેશે. આના કારણે જૂનાગઢની નવી જ ઓળખ ઊભી થશે.

નરસિંહ મહેતા સરોવરની થશે કાયાપલટ, આખરે 2 દાયકા પછી શરૂ થયું બ્યૂટિફિકેશનનું કામ
નરસિંહ મહેતા સરોવરની થશે કાયાપલટ, આખરે 2 દાયકા પછી શરૂ થયું બ્યૂટિફિકેશનનું કામ

By

Published : Dec 14, 2022, 2:39 PM IST

કામ શરૂ થતા લાગ્યો 20 વર્ષ કરતાં વધુનો સમય

જૂનાગઢશહેરમાં હવે એક નવી જ ઓળખ ઊભી થશે. કારણ કે, અહીં શહેરની મધ્યમાં આવેલું (Junagadh Narsinh Mehta Sarovar) તેમ જ ઐતિહાસિક ધરોહર સમાન નરસિંહ મહેતા સરોવરનું બ્યૂટિફિકેશન કામ (Narsinh Mehta Sarovar Beautification work) શરૂ કરવામાં આવ્યું છે. આખરે 2 દાયકા પછી શરૂ થયેલું આ કામ આગામી કેટલાક વર્ષ સુધી ચાલશે.

જૂનાગઢની નવી ઓળખ ઊભી થશે આ સાથે જ જુનાગઢ શહેરની બિલકુલ મધ્યમાં વિશ્વ સ્તરીય પર્યટન સ્થળ (World class tourist destination in Junagadh) આકાર લેશે. આના કારણે જૂનાગઢની સાંસ્કૃતિક, ધાર્મિકની સાથે પર્યટનની રાજધાની તરીકે (Junagadh Narsinh Mehta Sarovar) પણ એક નવી ઓળખ મળશે.

2 દાયકા પછી બ્યુટીફિકેશનનું કામ શરૂજૂનાગઢમાં આવેલા આ સરોવરના બ્યૂટિફિકેશનના કામને લઈને અનેક વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, પરંતુ કોઈ કારણોસર સરોવરના નવીનીકરણને લઈને કામ શરૂ થયું નહતું. વર્ષ 2019માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જુનાગઢ આવીનેનરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ (Narsinh Mehta Sarovar Beautification work) હાથ ધર્યુ હતું. તેમ છતાં કામ શરૂ થવા પામ્યું નહતું ત્યારે એક મહિના પૂર્વે ફરી એક વખત બ્યુટીફિકેશનના કામનુ ખાતમુહૂર્ત થયું. ત્યારે આજે કામ શરૂ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કામ શરૂ થતા જ 2 દસકા પૂર્વેની જૂનાગઢના લોકોની સરોવરના બ્યુટીફિકેશનની માગ પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે

કામ શરૂ થતા લાગ્યો 20 વર્ષ કરતાં વધુનો સમયનરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના (Narsinh Mehta Sarovar Beautification work) સમગ્ર પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi Dream Project) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ રાજ્યના મુખ્યપ્રધાન હતા. ત્યારે તેમના હસ્તે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત થયું હતું.

PM મોદીએ 2019માં કામનું કર્યું હતું ખાતમુહૂર્ત ત્યારબાદ મુખ્યપ્રધાન બનેલા આનંદીબેન પટેલે (Anandiben Patel Former CM) પણ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન કામનું (Narsinh Mehta Sarovar Beautification work) ખાતમુહૂર્ત કર્યું હતું. તેમ છતાં કામ કોઈ કારણોસર શરૂ થઈ શક્યું નહતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે વર્ષ 2019માં જુનાગઢ આવીને સરોવરના બ્યુટીફીકેશનના કામનું (Narsinh Mehta Sarovar Beautification work) ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમ છતાં આ કામ શરૂ નહતું થયું. તો હવે એક મહિના પૂર્વે બ્યુટીફિકેશનના કામનું ખાતમુહૂર્ત જૂનાગઢના મેયર દ્વારા કરવામાં આવ્યું અને આજના દિવસે કામ પ્રાથમિક તબક્કાથી શરૂ થયું છે.

ABOUT THE AUTHOR

...view details