ગુજરાત

gujarat

ETV Bharat / state

સાસણને પ્લાસ્ટિક મુક્ત કરવાની સફર...જૂઓ ખાસ અહેવાલ

જૂનાગઢ: 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ વારંવાર પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા આહ્વાન કર્યુ છે. પ્લાસ્ટિક મુક્તિએ મૂળ મહાત્મા ગાંધીનો વિચાર છે. હવે આ અભિયાનને જૂનાગઢના સાસણમાં ભરપૂર સહયોગ મળ્યો છે. એટલું જ નહીં પરંતુ, પ્લાસ્ટિકના બદલે કાગળ અને કપડાની બેગ બનાવીને આ વિસ્તારની મહિલાઓ સ્વરોજગારી આપી પગભર બનાવાઈ છે.

plastic free sashan
સાસણને પ્લાસ્ટિક મુક્ત કરવાની સફર...જૂઓ ખાસ અહેવાલ...

By

Published : Jan 9, 2020, 2:49 PM IST

સાસણમાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ જંગલના રાજાને સિંહને જોવા પધારતા હોય છે. પ્રવાસીઓ પોતાની સાથે પ્લાસ્ટિકનો કચરો રાખતા હોવાથી જંગલમાં પ્રદૂષણ વધી રહ્યું હતું, જેના કારણે કુદરતની અમૂલ્ય બક્ષીસ પર ઝાંખપ લાગી રહી હતી. તેવામાં પ્લાસ્ટિક પ્રતિબંધથી પ્રદૂષણ રોકવામાં ખૂબ જ મદદ મળી છે.

સાસણને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંઘર્ષ...જૂઓ ખાસ અહેવાલ...

સાસણને ગયા ઓક્ટબર માસમાં પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર જાહેર કરાયો છે. પ્લાસ્ટિક મુક્તિ માટેના સંઘર્ષ અને જરૂરિયાતો આજે દેશના દરેક વિસ્તારોને છે. આ માટે સામાન્ય લોકોથી માંડી અધિકારીઓનો સંઘર્ષ અને વાતાવરણ ક્ષેત્રમાં અગ્રેસર લોકોના પ્રયાસોને વધાવવા રહ્યા અને અને અન્ય લોકોએ પ્લાસ્ટિક સામે અંગત લડાઈ લડવી રહી.

ABOUT THE AUTHOR

...view details