ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત જનરલ બોર્ડથી કરાઈ - plastic free campaign started with the General Board In Junagadh

જૂનાગઢઃ  બે ઓકટોબરથી સમગ્ર દેશમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢ મનપાએ પણ આજે પહેલ કરીને તેમના જનરલ બોર્ડમાં પ્લાસ્ટિકની પાણીની બોટલની જગ્યા પર પંચ ધાતુના ગ્લાસ રાખીને પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢની દિશામાં આગળ વધી છે.

પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત જનરલ બોર્ડથી કરાઈ

By

Published : Oct 15, 2019, 6:57 PM IST

સમગ્ર દેશમાં બીજી ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત દેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે જૂનાગઢ મહાનગર પાલિકાએ એક આવકારદાયક પહેલ કરી છે. મનપા કચેરીના અત્યાર સુધી પ્લાસ્ટિકની સીલબંધ પાણીની બોટલમાં પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવતી હતી. ત્યારે હવે પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢની દિશામાં મનપાએ આગળ આવીને પ્લાસ્ટિકની બોટલની જગ્યા પર પંચ ધાતુના પીવાના પાણીના ગ્લાસની વ્યવસ્થા કરી છે.

પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત જનરલ બોર્ડથી કરાઈ
પાણીની બોટલો ફરી પાછી રિસાયકલ કરવામાં 100 કરતા પણ વધુ વર્ષ નો સમય લાગે છે. જેને ધ્યાને લઈને વડાપ્રધાન પણ પ્લાસ્ટિક મુક્ત દેશની દિશામાં અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે જૂનાગઢ મનપાએ આજથી તમામ કાર્યક્રમોમાં પ્લાસ્ટિકની બોટલમાં પીવાનું પાણી આપવાની પ્રથાને બંધ કરીને પંચ ધાતુના ગ્લાસમાં પીવા માટેનુ પાણી આપવાની વ્યવસ્થાઓ ચાલુ કરી છે.

આમ,પ્લાસ્ટિકથી થતાં પર્યાવરણના નુકસાનને અટકાવવા તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કારઈ છે. જે અંતર્ગત પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા મુદ્દેની ઝુંબેશ ચલાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details