જૂનાગઢઃ કોરોના સંક્રમણે વધુ એક ઉજવણીનો ભોગ લીધો છે. દર વર્ષે 10મી ઓગસ્ટના દિવસે કરવામાં આવતી સિંહ દિવસની જાહેર ઉજવણી ચાલુ વર્ષે રદ કરવામાં આવી છે. જેના સ્થાને વર્ચ્યુઅલ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન વિભાગ કરી રહ્યું છે.
કોરોના સંક્રમણને કારણે ચાલુ વર્ષે સિંહ દિવસની વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન - સિંહ દિવસ
સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેને ધ્યાને રાખીને જૂનાગઢ વન વિભાગે નિર્ણય મોટો લીધો છે. વન વિભાગ ચાલુ વર્ષે સિંહ દિવસની વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કરી રહ્યું છે.
કોરોના વાઇરસનું સંક્રમણ હવે દિવસેને દિવસે વધી રહ્યું છે. જેના કારણે કેટલીક ઉજવણીઓ રદ કરવામાં આવી છે, તો આગામી દિવસોમાં હજુ પણ કેટલીક સાર્વજનિક ઉજવણીઓ રદ કરવાની ફરજ પણ પડી રહી છે. દર વર્ષે 10મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કોરોના વાઇરસના સતત વધી રહેલા ખતરાને ધ્યાને રાખીને વનવિભાગે આ વર્ષની સિંહ દિવસની જાહેર ઉજવણી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં જણાવીએ તો તેની જગ્યા પર વન વિભાગ વર્ચ્યુઅલ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન છે. વનવિભાગ દ્વારા ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સિંહ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમાં દેશમાંથી કોઈ પણ વ્યક્તિ જોડાઈને સિંહ દિવસની ઉજવણી કરી શકશે. સર્વાધિક રીતે જે વ્યક્તિને ખૂબ સારો પ્રતિભાવ આ માધ્યમ થકી મળશે. તેમાં તમામ ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓને વન વિભાગ પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવાનું વિચારી રહી છે.