ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા શહેરીજનોને મોડા પાણી મળે તેવી શક્યતા - Gujarati News

જૂનાગઢઃ જૂનાગઢ કેશોદમાં પાણીની પાઈપલાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થવાથી શહેરીજનોને 2 દિવસ મોડા પાણીનું વિતરણ થાય તેવી શક્યતા છે.

પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા શહેરીજનો મોડુ પાણી મળશે તેવી શક્યતા

By

Published : Jun 28, 2019, 11:23 PM IST

કેશોદના એસટી બસ સ્ટેન્ડ નજીક પાઈપ લાઈન તૂટતાં હજારો લીટર પાણીનો વેડફાળ થયો છે. કેશોદવાસીઓને પીવાનું પૂરતું પાણી નથી મળતું અને એક બાજુ પાણી વેડફાઈ રહ્યાના દ્રશ્યો સર્જાયા હતા.પાણીની રેલમછેલ જોવા મળી હતી

પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા શહેરીજનોને મોડા પાણી મળે તેવી શક્યતા
PWDના અધિકારીને અડધા ચોમાસે પ્રિ-મોન્સુનની કામગીરી યાદ આવતા પુલની કામગીરી શરૂ હોવાથી પાણીની પાઈપ લાઈન તૂટી હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. સતત પાણી વહી રહ્યું હોવા છતાં અડધો કલાક બાદ પણ કોઈ અધિકારી પાણી બંધ કરવા ફરક્યું ન હતું. PWDની પ્રિ-મોન્સુનની કામગીરીમાં પાણીની પાઇપ લાઈન તૂટી જતા કેશોદવાસીઓને આશરે 2 દિવસ બાદ પીવાનુ પાણી મળશે એવી ચર્ચા શહેરીજનોમાં થઇ છે.

ABOUT THE AUTHOR

...view details