સ્થાનિક દ્વારા પાલિકાને જાણ કરવા છતા પણ વૃક્ષ ધરાશાયી થયાના 2 દિવસ થયા છતા હજુ સુધી તે જ પરિસ્થિતિમાં જોવા મળ્યું છે. આ વૃક્ષ ધરાશાયી થવાના કારણે પુર સમયે પાણી રોકવાની વિકટ પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે, હજુ સુધી પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી નથી.
કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી, પાલિકાની ઢીલી કામગીરી આવી સામે - keshod
જૂનાગઢ: જિલ્લામાં આવેલા કેશોદ નગરપાલિકાની કામ પ્રત્યે બેદરકારી સામે આવી હતી. જેમાં કેશોદમાં આવેલી ટીલોરી પીપળનું વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકવાસીઓએ પાલિકાને જાણ કરી હતી.
કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી
આ પ્રકારની પાલિકાની ઢીલી કામગીરીને લઈને નદીના ઉપરવાસમાં રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.