ગુજરાત

gujarat

ETV Bharat / state

પર્યટન સ્થળો પર પ્રવાસીઓની ગેરહાજરી વચ્ચે વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે પિકનિક દિવસ - સાસણ

આજે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ સાથે સમન્વય સાધીને ગરમીના અંતિમ દિવસોમાં 18મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં પિકનિક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે પ્રકૃતિની સાથે જવાનો પ્રતિબંધિત હોવાને કારણે સમગ્ર વિશ્વ ઘરમાં પિકનિક દિવસ મનાવી રહ્યું છે.

પ્રવાસીઓની ગેરહાજરી વચ્ચે વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે પિકનિક દિવસ
પ્રવાસીઓની ગેરહાજરી વચ્ચે વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે પિકનિક દિવસ

By

Published : Jun 18, 2020, 4:01 PM IST

જૂનાગઢ : આજે ગુરુવાર 18મી જૂન એટલે કે વિશ્વ પિકનિક દિવસ. આજના દિવસે પ્રકૃતિ સાથે સમન્વય સાધીને ગરમીના અંતિમ દિવસોમાં સમગ્ર વિશ્વના દેશો પિકનિક દિવસની ઉજવણી કરતા આવ્યા છે, ત્યારે આજે ગુરૂવારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે જે પ્રકારે હાહાકાર મચાવ્યો છે તેને લઈને આ ગુરુવારે પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, સમગ્ર વિશ્વના લોકો તેમના ઘરોને પિકનિક સ્થળ બનાવીને આજે વિશ્વ પિકનિક દિવસની ઉજવણી કરી રહ્યું છે.

પ્રવાસીઓની ગેરહાજરી વચ્ચે વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે પિકનિક દિવસ
જૂનાગઢમાં પણ કુદરતી ખજાનો પ્રચૂર માત્રામાં ભરેલો છે. જેને માણવા અને જાણવા માટે સમગ્ર દેશ અને દુનિયામાંથી લોકો જૂનાગઢ આવતા હોય છે. પ્રકૃતિની એકદમ નજીક વસેલું જૂનાગઢ આજે પણ કુદરતી રીતે ખીલેલું જોવા મળી રહ્યું છે. ગત વર્ષે આજના દિવસે જૂનાગઢમાં લાખોની સંખ્યામાં પર્યટકો હાજર હતા, પરંતુ કોરોના વાઇરસને કારણે તમામ પર્યટન સ્થળો બંધ રાખવામાં આવ્યા છે. જેને લઇને આ વર્ષે સહેલાણીઓની ગેરહાજરીમાં પર્યટન સ્થળો સૂમસામ ભાસી રહ્યા છે.
વિલિંગ્ડન ડેમ
અશોક શીલા લેખ
વિલિંગ્ડન ડેમ
જિલ્લાને એશિયાના એક માત્ર સિંહોના અંતિમ નિવાસ સ્થાન માનવામાં આવે છે. તેવા સાસણ અને દેવળિયા સફારી પાર્ક પણ બંધ રાખવામાં આવ્યા છે. અહીં પણ મોટી સંખ્યામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી પર્યટકો આવતા હોય છે. એક સમયે લોકોની ચહલ પહલથી ધમધમતા સાસણ અને દેવળિયા પાર્ક આજે સુમસામ જોવા મળી રહ્યા છે.
પ્રવાસીઓની ગેરહાજરી વચ્ચે વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે પિકનિક દિવસ

ABOUT THE AUTHOR

...view details