જૂનાગઢ: છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઈલના સતત વધી રહેલા ભાવને લઈને વાહન ચાલકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો. રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ચાલી રહેલા પેટ્રોલિયમ ઉત્પાદનને લઈને હવે સાઉદી અરેબિયાએ ભાવ ઘટાડાની પહેલ કરતા સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો મચી ગયો છે. સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડ ઓઇલમાં એટલી હદે ઘટાડો કરી નાખ્યો કે, એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ 30 ડોલર સુધી પહોંચી ગયો. જે વર્ષ 1991ના ખાડી યુદ્ધ પછીનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો - petrol news
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલો ભાવ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યાં હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને વાહન ચાલકોમાં રાહત જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવને લઈને ખૂબ જ વાતાવરણ તંગ જોવા મળી રહ્યું હતું. સાઉદી અરેબિયા દ્વારા જે પ્રકારે રસિયા ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સતત વધારી રહ્યું છે. જેને ઘટાડવા માટેની વિનંતી કરી હતી, પરંતુ રશિયા દ્વારા ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સતત ચાલુ રાખવામાં આવતા સાઉદી અરેબિયા દ્વારા ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ ઘટાડો કર્યો છે.
સાઉદી અરેબિયાએ એશિયન દેશો માટે ચારથી છ ડોલર અને અમેરિકા અને અન્ય રાષ્ટ્ર માટે સાત ડોલર જેટલો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ભાવ ઘટાડો સાઉદી અરેબિયાના પાછલા 20 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો જોવાઇ રહ્યોં છે. છેલ્લા આઠ મહિના દરમિયાન ભારતીય બજારોમા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે પ્રથમ વખત પેટ્રોલ અને ડિઝલ પ્રતિલીટર 70 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યું છે.