ગુજરાત

gujarat

ETV Bharat / state

ચંદ્રયાન 2ને લઈ જૂનાગઢમાં વૈજ્ઞાનિક સિદ્ધિથી લોકોમાં ઉત્સાહ - ચંદ્રયાન 2

જૂનાગઢ: ચંદ્રયાનને લઈને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિને જૂનાગઢના વિદ્યાર્થીઓએ બિરદાવી હતી. આગામી દિવસોમાં ભારતને આવી જ સિદ્ધિયો આપણા વૈજ્ઞાનિકો દ્રારા મળતી રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

Junagadh

By

Published : Sep 7, 2019, 5:34 PM IST

ઈતિહાસમાં સૌથી મહત્વ એવું ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમે ઈતિહાસ રચ્યો છે. જેને જૂનાગઢવાસીઓએ ભારતની આ સિદ્ધિને વધાવી હતી, તેમજ આગામી દિવસોમાં ભારતને આવી જ સફળતા મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ચંદ્રયાન 2ને લઈ જૂનાગઢમાં વૈજ્ઞાનિક સિદ્ધિથી લોકોમાં ઉત્સાહ
જૂનાગઢમાં વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારતની આ સિદ્ધિને વધાવી છે. અત્યાર સુધી વિશ્વના ત્રણ દેશો ચંદ્ર સુધી પહોંચવામાં સફળ થયા હતાં, ત્યારે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનું અતી વિકટ અને કપરુ મિશન હાથ ધર્યું હતું. જેમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા ઈસરોને પૂર્ણ પણે સફળતા મળી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી ભારતનુ લેન્ડર વિક્રમ પહોંચી ગયું તે ઉપલબ્ધી ખુબ જ મહત્વની છે.

ભારતે જે પ્રકારે વિજ્ઞાનની દિશામાં સંશોધન અને સફળતાનાં સંકેતો આપ્યા છે. ભારતીય વૈજ્ઞાનિક સંશોધનોમાં સતતને સતત ઉત્સાહ બતાવી રહ્યાં છે. જે ભારતની એક ઉંચી ઉડાન સમાન કહી શકાય. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ ઇઝરાયેલ દ્વારા પણ દક્ષિણ ધ્રુવ પર યાનને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઈઝરાયેલને નિષ્ફળતા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details