એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા વાતો કરે છે, ત્યારે આ ગામને પ્રાથમિક સુવિધા પણ મળી નથી, પાણીનો પણ મોટો પ્રશ્ર છે. પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. જો પ્રાથમિક સુવિધા નહીં મળે ત્યાં સુધી કોઈપણ રાજકીય પક્ષને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.
જુનાગઢના ભેંસાણમાં લોકોએ પ્રાથમિક સુવિધાના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી - gujarati election
જુનાગઢ: ભેંસાણના તડકા પીપળીયા ગામ વિકાસથી વંચિત હોવાના મુદ્દે ગામના પાદરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને આઝાદી પછી આ ગામને ST બસ તેમજ આરોગ્ય, રસ્તાની પ્રાથમિક સુવિધા પણ મળી નથી.
સ્પોટ ફોટો
ગ્રામજનોએ અનેક વાર દરેક વિભાગને લેખિત તેમજ મૌખિત રજૂઆતો કરી છે, તેમ છતા કાંઇ નિરાકરણ આવ્યું નથી, જેથી ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના સરપંચે કહ્યું કે, સરકાર સામે અમારી લડત યથાવત રહશે.