માંગરોળમાં PGVCL કચેરીનો ગામ લોકોએ કર્યો ધેરાવ - PGVCL કચેરી
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ તાલુકાના અનેક ગામોમાં PGVCLની નબળી કામગીરીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેથી શેપા ગામના લોકો અને ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવ કર્યો હતો. PGVCL કચેરીની કથળતી હાલત અને વહીવટથી શહેરીજનો તેમજ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
PGVCL દ્રારા વારંવાર વીજ કાપથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા કોટડા, ઢેલાણા સહીતના ગામના ખેડુતોએ વીજ કંપનીનો ધેરાવ કર્યો હતો. માંગરોળ તાલુકાના શેપા ગામના રહેવાસીઓ અને ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. શેપા ગામના લોકો વીજ સમસ્યાની વઘતી જતી મૂશ્કેલીનો સામનો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ખેડૂતોને વીજ સમસ્યાને લીધે પાણીની પૂરતી સગવડ પણ મળતી નથી. વીજ કર્મીઓ દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. તેમજ કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. આ તમામ સમસ્યાઓને લઇને શેપા ગામના લોકો દ્વારા વિજકચેરીએ રજુઆતો કરી હતી.