જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવી રહી છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં 39 હજાર કરતા વધુ ખેડૂતો હજુ પણ મગફળી વેચવાની બાકી હોયને કારણે ભારતીય કિસાન સંઘ જૂનાગઢ દ્વારા રાજ્યના કૃષિ અને પુરવઠા પ્રધાનને પત્ર લખીને જૂનાગઢ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદી કેન્દ્રની તારીખમાં વધારો કરવાની માગ કરી છે.
ભારતીય કિસાન સંઘે મગફળીની ખરીદીની તારીખ લંબાવાની માગ કરી - સરકાર દ્વારા
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ગુરૂવારના રોજ બંધ થઈ રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં આ ખરીદી હજુ શરૂ રાખવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘે કરી છે.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની તારીખ લંબાવી આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માંગ
આવતી કાલથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદનો અંતિમ દિવસ છે. ત્યારે ભારતીય કિસાન સંઘે આ ખરીદ પ્રક્રિયા જૂનાગઢ જિલ્લામાં શરૂ રાખવામાં આવે તેવી માગ કરતો પત્ર રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાને લખ્યો છે. આ પત્રમાં એવી માગ કરવામાં આવી છે કે, હજુ પણ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતો પોતાની મગફળી ખરીદ કેન્દ્ર સુધી વહેંચવા માટે લાવી નથી શક્યા જેને કારણે ખરીદ પ્રક્રિયાના દિવસોમાં વધારો કરવામાં આવે તેવી માગ કિસાન સંઘે કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની તારીખ લંબાવી આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માંગ