ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના ખમીદાણા ગામમાં ખેડૂતોની મગફળીનું વાવેતર નિષ્ફળ

જૂનાગઢ: હાલ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતા ખેડૂતો દ્વારા ખેતરોમાં મગફળીના વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલા કેશોદના ખમીદાણા ગામમાં ખેડૂતની આઠ વીઘાની મગફળીનું વાવેતર નિષ્ફળ થયું છે.

જૂનાગઢના ખમીદાણા ગામમાં ખેડૂતોની આઠ વિઘાની મગફળીનું વાવેતર નિષ્ફળ

By

Published : Jun 23, 2019, 9:49 AM IST

આ અંગે ખમીદાણા ગામના ખેડૂતો દ્વારા બિયારણમાં દવા ભેળવવામાં આવતી હોવાના કારણે મગફળીનું વાવતેર નિષ્ફળ જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મગફળી બિયારણનું વાવતેર કરતા સમયે બિયારણ બગડે નહીં, તેને પક્ષીઓ જમીન ખોદીને ખાય નહીં કે ઉંદેરા આ બિયારણનો બગાડ કરે નહીં તે હેતુથી બિયારણમાં દવા ભેળવવામાં આવતી હોય છે.

જૂનાગઢના ખમીદાણા ગામમાં ખેડૂતોની મગફળીનું વાવેતર નિષ્ફળ

આ બાબતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું મગફળી બિયારણનું વાવેતર નિષ્ફળ નિવડ્યું હતું. જેને કારણે ખેડૂતે દવા કંપનીઓ પર આક્ષેપ કર્યો છે. જેમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, આ બિયારણમાં દવા ભેળવવાને કારણે બિયારણ ન ઉગ્યું હોવાથી દવા કંપનીઓ પર આક્ષેપ કર્યો છે. તો બીજી બાજુ આ દવાની કંપની દ્વારા આ બિયારણને લેબમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે તેનો રીપોર્ટ આવ્યા બાદ જ સત્ય હકીકત સામે આવશે.

આ સાથે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે, આ છેતરપિંડી માટે જવાબદાર કોણ? આ અંગે વળતર મળશે કે કેમ? સાથે આ નિષ્ફળતાને પગલે જો દવા કંપની જવાબદાર હશે તો તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે? ત્યારે હવે એ જોવાનું રહ્યું આ બાબતનો ઉકેલ શું આવશે.

ABOUT THE AUTHOR

...view details