ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના ભેંસાણમાં મગફળી ભરેલો બિનવારસી ટેમ્પો મળ્યો, કોઈ કૌભાંડ નહીં: સંજય મોદી - મગફળી ભરેલો ટેમ્પો

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જો કે, જૂનાગઢમાં થયેલા મગફળી કૌભાંડ બાબતે જિલ્લા કલેક્ટર બાદ ગાંધીનગરથી પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઘટના હજી તાજી છે, ત્યાં જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં મગફળી ખરીદ કેન્દ્ર પર મંગળવારે વહેલી સવારે મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ અધિકારીઓ અને પોલીસને પણ દોડતી કરી છે.

Junagadh
મગફળી ભરેલો બિનવારસી ટેમ્પો

By

Published : Feb 4, 2020, 5:07 PM IST

Updated : Feb 4, 2020, 5:18 PM IST

જૂનાગઢ/ ભેંસાણ: ભેસાણમાં મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મળી આવતાં ભેંસાણ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ અને પોલીસ દોડતી થઈ હતી. ઘટના બાબતે અન્ન નાગરિક પુરવઠાના અધિકારી સંજય મોદીએ જણાવ્યું હતું કે, ભેંસાણ તાલુકામાં કોઈ પ્રકારનું મગફળી કૌભાંડ થયું નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાનો મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મૂકીને જતું રહ્યું છે. જે અંગે પોલીસને જાણ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢના ભેંસાણમાં મગફળી ભરેલો બિનવારસી ટેમ્પો મળ્યો, કોઈ કૌભાંડ નહીં: સંજય મોદી
Last Updated : Feb 4, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details