લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી પાછું પાટીદાર અનામત આંદોલન વધી રહ્યું હોય તેવા અણસારો જોવા મળી રહ્યા છે. આજે જૂનાગઢ પાસ સમિતિ દ્વારા અલ્પેશ કથીરિયાને જેલમુકત કરવા માટે કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી હતી.
પાટીદાર અનામત આંદોલન ફરી થઇ શકે છે સક્રિય, પાસના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - Gujarat
જૂનાગઢ: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ અને આણંદના પિયુષ કાકડિયા વિરુદ્ધ પોલીસ દમનના આરોપીઓ સામે આકરી કાર્યવાહી થાય અને અલ્પેશ કથીરિયાને તાકીદે જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢ પાસના કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને બંને પાટીદાર યુવાનો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.
![પાટીદાર અનામત આંદોલન ફરી થઇ શકે છે સક્રિય, પાસના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3111828-thumbnail-3x2-junn.jpg)
છેલ્લા ઘણા સમયથી પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા જેલમાં છે જેને લઇને પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ વિરોધ કરી રહી છે. તેમજ આણંદના પિયુષ કાકડીયા પર જે રીતે પોલીસ દમન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ પાસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથીરિયા અને પિયુષ કાકડિયા વિરુદ્ધ જે કંઈ પણ અમાનુષી અત્યાચાર કરવામાં આવેલા છે તેને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ જૂનાગઢ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં અલ્પેશ કથીરિયાને તાકીદે જેલમુક્ત કરવામાં આવે તેમજ આણંદના પાસ કાર્યકર પિયુષ કાકડીયા પર જે રીતે પોલીસ દ્વારા અને અન્ય લોકો દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવા તમામ આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં તે માટે અનામત આંદોલન સમિતિના કાર્યકરોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ચૂંટણીના માહોલની અંદર પાસ દ્વારા અનામત આંદોલન સમિતિની ચળવળ સુષુપ્ત અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું હતું.પરંતુ મતદાન પૂર્ણ થવાનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે ફરી પાસ અનામત આંદોલન સમિતિ મેદાને આવી છે અને આંદોલનને નવા સ્વરૂપમાં નવી રણનીતિ સાથે આગળ વધારવાના મક્કમ નિર્ધાર સાથે આજે જૂનાગઢમાં કલેકટરને આવેદનપત્ર આપીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.