ગુજરાત

gujarat

ETV Bharat / state

પાર્શિયલ સૂર્યગ્રહણનો નજારો જોઈને વૈજ્ઞાનિક ઘટના અંગે માહિતી એકત્ર કરતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ - વૈજ્ઞાનિક ઘટના

27 વર્ષ બાદ ગુજરાતમાં પાર્સિયલ સૂર્યગ્રહણ આજે જોવા (Partial solar eclipse on 25 October 2022 ) મળ્યું હતું. વર્ષ 1995માં દિવાળીના બીજા દિવસે આ જ પ્રમાણે પાર્શિયલ સૂર્યગ્રહણ દેખાયું હતું. આ વર્ષે દિવાળીના ( Diwali 2022 ) બીજા દિવસે પાર્શિયલ સૂર્યગ્રહણનો નજારો જોઈને વિજ્ઞાનના રસિકો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખગોળીય ઘટનાનું નિરીક્ષણ કરીને વૈજ્ઞાનિક ઘટના અંગે માહિતી એકત્ર કરી હતી.

પાર્શિયલ સૂર્યગ્રહણનો નજારો જોઈને વૈજ્ઞાનિક ઘટના અંગે માહિતી એકત્ર કરતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ
પાર્શિયલ સૂર્યગ્રહણનો નજારો જોઈને વૈજ્ઞાનિક ઘટના અંગે માહિતી એકત્ર કરતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ

By

Published : Oct 25, 2022, 8:29 PM IST

ન્યૂઝ ડેસ્ક આજે ખગોળની અદભુત ઘટના સૂર્યગ્રહણ અવકાશમાં જોવા મળી હતી. આ પ્રકારનું સૂર્યગ્રહણ આજથી 27 વર્ષ પૂર્વે 1995 માં જોવા મળ્યું હતું. ત્યારે આજના દિવસે ફરી એક વખત પાર્શિયલ સૂર્યગ્રહણ (Partial solar eclipse on 25 October 2022 ) અને તે પણ દિવાળી ( Diwali 2022 )ના બીજા દિવસે જોવા મળ્યું છે. આ પ્રકારની બે ખગોળીય ઘટના વચ્ચે 27 વર્ષ જેટલો લાંબોસમય પસાર થઇ ગયો છે.

વિદ્યાર્થીઓએ ખગોળીય ઘટનાનું નિરીક્ષણ કરીને વૈજ્ઞાનિક ઘટના અંગે માહિતી એકત્ર કરી

વિજ્ઞાનના રસિકોમાં રોમાંચ આજના સૂર્યગ્રહણને લઈને વિજ્ઞાનના રશીકો વિજ્ઞાન શિક્ષકો તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ખગોળમાં ઘટનારી આ અદભુત ખગોળીય ઘટનાને નિહાળીને સૂર્ય ગ્રહણ કઈ વૈજ્ઞાનિક ઘટનાને અંતે આપણે જોઈ શકીએ છીએ તે અંગેની જીણવટભરી તમામ માહિતી શિક્ષકો પાસેથી મેળવી હતી. આ પ્રકારનું સૂર્યગ્રહણ વર્ષ 1995માં દિવાળીના બીજા દિવસે જોવા મળ્યું હતું. જે આજે 27 વર્ષ બાદ ફરી એક વખત દિવાળીના ( Diwali 2022 ) બીજા દિવસે જોવા (Partial solar eclipse on 25 October 2022 ) મળ્યું છે. જેને જોઈને વિજ્ઞાનના રસિકો અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ રોમાંચિત થઈ ઊઠ્યા હતા.

પાંચ વર્ષ પછી ફરી જોવા મળશેપાર્શિયલ સૂર્યગ્રહણ આજના સૂર્યગ્રહણને લઈને લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢના વિજ્ઞાન શિક્ષક પ્રતાપસિંહ ઓરાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જ પ્રકારનું પાર્શિયલ સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ 2027માં ( Partial solar eclipse on 2 August 2027 ) ફરી જોવા મળશે. જે પ્રકારે 1995 પછી આજે જોવા મળ્યું છે તે રીતે 27 વર્ષ જેટલો લાંબો સમય ખગોળીય ઘટનાને જોવા માટે પસાર નહીં કરવો પડે. પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ફરી એક વખત આ જ પ્રકારનું પાર્સિયલ સૂર્યગ્રહણ જોવા મળશે. વધુમાં પ્રતાપસિંહ જણાવ્યું હતું કે સંપૂર્ણ સૂર્યગ્રહણ જેને આપણે કંકણાકૃત સૂર્યગ્રહણ તરીકે ઓળખીયે છીએ તે વર્ષ 2031માં જોવા મળશે જેને રીંગ ઓફ સોલાર એકલીપ્સ ( Annular Solar Eclipse in 2031 ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details