ગુજરાત

gujarat

ETV Bharat / state

મે તેરા જબરા ફેન હો ગયા...ધંધુસર ગામનો નીલ શિવાજીનો છે ચાહક

જૂનાગઢ વંથલી તાલુકાના ધંધુસર ગામનો 7 વર્ષનો નીલ થાપલીયા શિવાજીનો (fan of Shivaji in Vanthali )જબરો ફેન છે. શિવાજીના હાલરડાથી લઈને શિવાજીની પરાક્રમ ગાથા સાથે સંકળાયેલી અનેક રચનાઓ કંઠસ્થ કરી ચૂક્યો છે. તાજેતરમાં જ શિક્ષણ પ્રધાન વાઘાણીએ પણ નીલ થાપલીયા સાથે મુલાકાત કરીને તેની આ અદભુત કલાને વખાણી હતી.

મે તેરા જબરા ફેન હો ગયા...ધંધુસર ગામનો પાર્થ શિવાજીનો છે ચાહક
મે તેરા જબરા ફેન હો ગયા...ધંધુસર ગામનો પાર્થ શિવાજીનો છે ચાહક

By

Published : Jun 10, 2022, 8:31 PM IST

Updated : Jun 11, 2022, 10:06 AM IST

જૂનાગઢઃ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામનો સાત વર્ષનો નીલ થાપલીયા શિવાજીનો જબરો ફેન (fan of Shivaji)છે. શિવાજીનું હાલરડું આજે પણ તેનું સૌથી પ્રિય મિત્ર છે. કોઈપણ સમયે નીલ થાપલીયા શિવાજીનું હાલરડું (fan of Shivaji in Vanthali )ગાતો સતત જોવા મળે છે. તાજેતરમાં જ ગાંધીનગમાં શિક્ષણ વિભાગના એક કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ નીલ થાપલીયાની શિવાજી પ્રત્યે કટિબદ્ધતાને જોઈ હતી.

શિવાજીનો જબરો ફેન

આ પણ વાંચોઃઆજે છત્રપતિ શિવાજીની જન્મ જયંતી, વાંચો શિવનેરીથી સમ્રાટ શિવાજીની ગાથા

શિવાજીનો જબરો ફેન -આ કાર્યક્રમમાં સ્ટેજ પર બોલાવીને નીલનું શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આટલી નાની ઉંમરે શિવાજી જેવા મહામાનવના ફેન હોવુંએ વાતનો ગર્વ લઈને ધંધુસર શાળાના શિક્ષકો માતા-પિતાને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ સ્થળ પર જ નાનકડા નીલ સાથે ખૂબ સમય સુધી વાતો કરી અને તેમની શિવાજી પ્રત્યેનો (Chhatrapati Shivaji Maharaj)જે લગાવે છે તેને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃછત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેકના દિવસે અહીં થયું 21 ફૂટની પ્રતિમાનું અનાવરણ, જુઓ વીડિયો

નાનકડા નીલને શિવાજીનું હાલરડું અતિપ્રિય -પહેલા ધોરણમાં અભ્યાસ કરતો નીલ શિવાજીના હાલરડાંને કંઠસ્થ કરીને કોઇપણ કાર્યક્રમમાં જ્યારે પણ તક મળે ત્યારે પોતે શિવાજીનું હાલરડું ગાતો જોવા મળી રહ્યો છે. નાનકડું એવું બાળમાનસ શિવાજી જેવા ક્રાંતિકારી વિચારો સાથે જોડાય છે અને શિવાજીને તેના આદર્શ માનતા હોય તે રીતે શિવાજીના હાલરડાની સાથે શિવાજી સાથે સંકળાયેલી બીજી અનેક રચનાઓને મોઢે કંઠસ્થ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ તેની ગતિવિધિ સાથે ધંધુસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો અને તેનો સમગ્ર પરિવાર પર નીલ સાથે જોવા મળે છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરાને નીલ વધુ આગળ ધપાવે તે પ્રકારના પ્રયાસો પણ કરી રહ્યા છે.

Last Updated : Jun 11, 2022, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details