- જૂનાગઢ કેશોદની વી એસ. પબ્લિક સ્કૂલની મનમાની આવી સામે
- કોરોના મહામારીમાં ખાનગી સ્કૂલોનો રાફડો
- ફી મુદ્દે વાલીઓમાં રોષ
કેશોદની વી એસ. પબ્લિક સ્કૂલની મનમાની સામે વાલીઓએ રોષ ઠાલવ્યો - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ
કોરોના મહામારી વચ્ચે કેશોદની વી.એસ પબ્લિક સ્કૂલની મનમાની સામે આવી છે. ફી મુદ્દે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વાલીઓ પાસે ફીની પઠાણી ઉઘરાણી કરતા શાળા સંચાલકો સામે વાલીઓએ દેખાવો કર્યા હતા.
![કેશોદની વી એસ. પબ્લિક સ્કૂલની મનમાની સામે વાલીઓએ રોષ ઠાલવ્યો Etv Bharat, Gujarati News, Keshod News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9484478-588-9484478-1604906396478.jpg)
કેશોદની વી એસ. પબ્લિક સ્કૂલની મનમાની સામે વાલીઓએ રોષ ઠાલવ્યો
કેશોદઃ હાલ કોરોનાની મહામારીને લઇને તમામ સ્કૂલ બંધ છે અને બાળકો ઓનલાઇન મોબાઇલથી શિક્ષણ મેળવી રહયા છે. ત્યારે શાળા સંચાલકો દ્વારા વાલીઓને ફી મુદ્દે ઉઘરાણી કરતા હોવાની હકીકત સામે આવી છે. કેશોદની સ્કૂલમાં વાલીઓને બોલાવી પોતાના બાળકની તાત્કાલિક ફી ભરી જવા શાળા દ્વારા દબાણ કરતા વાલીઓ વિફર્યા હતા અને શાળાનો ઘેરાવો કર્યો હતો.
કેશોદની વી એસ. પબ્લિક સ્કૂલની મનમાની સામે વાલીઓએ રોષ ઠાલવ્યો