જૂનાગઢમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થાને આપવાનો વિરોધ - Cleaning contract
જૂનાગઢ શહેરમાં કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાંક વિસ્તારોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થાને આપવામાં આવ્યો છે. જેનો કોર્પોરેશનના સફાઈ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને કોર્પોરેશનના સફાઈ યુનિયને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી આ પ્રકારની કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી માગ કરી હતી.
જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈ માટે ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેને લઈને જૂનાગઢ કોર્પોરેશનનું સફાઈ યુનિયન વિરોધ કરી રહ્યું છે. પરંતુ હજી સુધી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી સફાઈ કામદારોને કાયમી નિમણૂંક નહીં કરતા સફાઈ કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ધરણા કરીને ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.