કેશોદ તાલુકા બસ સ્ટેશનમાં નિયમનો ખુલ્લેઆમ ભંગ - Breach of rules in Keshod ST buses
કેશોદઃ સરકાર દ્વારા નવા નિયમો અને ટ્રાફિક નિયમોને લઈ કેશોદમાં ST બસનું રિયાલિટી ચેક કરવામાં આવતા નિયમોનું ભંગ થતો હોઈ તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

ST બસ સ્ટેન્ડ ખાતે નવા નિયમોને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા સરકારી ST પાઇલોટ પણ આ નિયમોનું ખુલ્લેઆમ ભંગ કરતા હોય તેવા દ્રષ્યો સામે આવ્યા હતાં. જેમાં નવી બસ હોવા છતા ડ્રાઇવરે સીટ બેલ્ટ લગાવ્યો નથી. ST ડ્રાયવરોની પુછતાછ કરતા તેઓએ લુલો બચાવ કરતા હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતાં. જુનાગઢ સરકાર દ્વારા નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે, ત્યારે કેશોદમાં રિયાલિટી ચેક કરવામાં આવતા સરકારી કર્મચારીઓ નિયમોનુ પાલન કરતા નથી અને આવા કાયદા અને નિયમો જનતાને લાગુ પડી રહ્યા છે. તેવા પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.