જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના માતરવાણિયા ગામનાં 52 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો મહિલા 27 મેએ અમદાવાદથી આવ્યાં હતા એને કોરોનાના લક્ષણ જણાતા મહિલાનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો - news in junagadh
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના માતરવાણિયા ગામનાં 52 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો મહિલા 27 મેએ અમદાવાદથી આવ્યાં હતા એને કોરોનાના લક્ષણ જણાતા મહિલાનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

જૂનાગઢ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ
મહત્વની વાત છે કે, શરૂઆતમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહતો. પરંતુ આંતર જિલ્લા પ્રવાસની છૂટછાટ મળતાં હવે જૂનાગઢમાં કેસ વધવા લાગ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 29 કેસ નોંધાયા છે. જેમાં 13 લોકો દાખલ છે અને 16 દર્દીઓ સાજા થયા છે.