અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા પિતરાઈ બહેન મધુબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 દ્વારા કેશોદ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા માળીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કારચાલક સામે બેફિકરાઈથી કાર ચલાવી બાઇકને ઠોકર મારવા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ માળીયા PSI રાઠોડે હાથ ધરી છે.
જૂનાગઢ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત - junagadh news
જૂનાગઢઃ માળીયા પોલીસમાંથી મળતી વિગત મુજબ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર જુથળના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા સંજય દેવાયતભાઇનું મોત થયું હતું.
જૂનાગઢઃ
અકસ્માત સર્જનાર કાર ચાલાક કાર છોડી નાશી છુટ્યો હતો.