જૂનાગઢઃઆજે 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ (World Lion Day 2022 ) ત્યારે શાળાથી લઈને કોલેજો સામાજિક સંસ્થાઓથી લઈને સામાન્ય લોકોએ વિશ્વ સિંહ દિવસની (lion of Gujarat)ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ગીરના ઘરેણા સમાન સિંહને આજે વિશેષ રૂપે યાદ કરીને ગીર સિંહ પ્રત્યે કેટલી પ્રતિબધ્ધ છે તેનો અહેસાસ સમગ્ર વિશ્વને કરાવ્યો છે. જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (Junagadh Swaminarayan Temple)પણ વિશ્વ સિંહ દિવસની વિશેષ અને ખાસ પ્રકારે ઉજવણી કરાય છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી -રાધા રમણ દેવજી અને સિદ્ધેશ્વર મહાદેવની સાથે ભગવાન સ્વામિનારાયણને સિંહનો શણગાર(Lion decoration to Swaminarayan) કરીને સિંહ દિવસની આગવી ઢબે ધાર્મિક ઉજવણી સંપન્ન કરાઈ છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ભગવાન સ્વામિનારાયણની સાથે સિદ્ધેશ્વર મહાદેવ અને રાધા રમણ દેવજી સિંહના વિશેષ શણગાર સાથે દર્શન આપી રહ્યા છે જેનો લાભ હરિભક્તોને દિવસ દરમિયાન મળતો રહેશે.
આ પણ વાંચોઃઅંગ્રેજોએ તો સિંહોને પણ નહતા છોડ્યા, સામે આવી ચોંકાવનારી તસવીરો