વડાપ્રધાનના 70માં જન્મ દિવસ નિમિતે દિવ્યાંગ લોકોને સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા - Junagadh News
વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસ નિમિતે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેવા સપ્તાહ અંતર્ગત પાછલા સાત દિવસથી કાર્યક્રમો ચાલી રહ્યા હતા. જેમાં શુક્રવારે પ્રદેશ સંગઠન મહામંત્રી ગોરધન ઝડફિયાને હાજરીમાં જૂનાગઢના દિવ્યાંગ લોકોને સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીના 70માં જન્મ દિવસ નિમિતે વિકલાંગ લોકોને સાધન સહાય અર્પણ કરવામાં આવી
જૂનાગઢ : વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે સમગ્ર રાજ્યમાં સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેના ભાગરૂપે શુક્રવારે જૂનાગઢમાં દિવ્યાંગ લોકોને સાધન સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ગોરધનભાઇ ઝડફિયાએ હાજર રહીને દિવ્યાંગ લોકોને સાધન સહાય અર્પણ કરી હતી.