ગીર સોમનાથઃ આજે શિવરાત્રીના પવન પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લાખોની સંખ્યામાં ભક્તો શિવ દર્શનાર્થે આવી રહ્યાં છે. વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકો દોઢથી બે કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહ્યા મહાદેવના દર્શન કરી રહ્યાં છે.
મહા શિવરાત્રી: જ્યોતિર્લિંગ સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપુર - મહાદેવ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
મહાશિવરાત્રીના નિમિત્તે સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપુર
દર્શન માટે લાંબી લાઈનો હોવા છતાં પણ શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજથી સોમનાથ મહાદેવનું મંદિર 42 કલાક સતત ખુલ્લું રાખવામાં આવશે. જ્યારે આજે રાત્રે 12 વાગ્યે મહાઆરતી પણ કરવામાં આવશે. આજે સોમનાથ મહાદેવ મંદિર સતત હર હર મહાદેવના નાદથી ગુંજતું રહેશે.