જૂનાગઢ : દત્ત અને દાતારની ભુમિ એટલે ગીરનારની તપો ભુમિ. સોમવારના રોજ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે આ તપોભૂમિના ઇષ્ટદેવ એવા ગુરુ દત્તાત્રેય ભગવાનની મેળાની પૂર્વસંધ્યાએ વિશેષ આરતી કરવામાં આવી હતી.
મેળાની પૂર્વસંધ્યાએ ગુરુ દત્તાત્રેય ભગવાનની કરવામાં આવી ખાસ આરતી - મહાશિવરાત્રી
સોમવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે તપોભૂમિના ઇષ્ટદેવ એવા અગ્નિ અખાડાના ઇષ્ટદેવ ગુરુ દત્તાત્રેયની વિશેષ આરતી યોજાઇ હતી.
જેમાં મોટી સંખ્યામાં સંન્યાસીઓ અને લોકોએ હાજરી આપી હતી. ગિરનારની તપોભૂમિમાં ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને ભવનાથની તળેટી સાધુ-સંતો અને શિવ ભક્તોથી ઊભરાઈ રહી છે. ત્યારે આજે ધ્વજારોહણની પૂર્વ સંધ્યાએ દત્ત ભૂમિના ઇષ્ટદેવ ગુરુ દત્તાત્રેયની વિશેષ આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નાગા સંન્યાસીઓ સાધુ-સંતો અને લોકોએ હાજરી આપીને ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા હતા. દસનામ જૂના અખાડાનાં ઇષ્ટ દેવ તરીકે ભગવાન ગુરુ દત્તાત્રેયને પૂજવામાં આવે છે.
ગિરનારની તપોભુમી ભગવાન ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ મેળામાં ભગવાન શિવની સાથે ગુરુ દત્તાત્રેય પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગુરુ દત્તાત્રેય દ્વારા આ તપોભૂમિમાં કઠોર તપસ્યા કરવામાં આવી હોવાનું ધાર્મિક માન્યતાઓ આજે પણ દ્રઢ પણે જોવા મળી રહી છે. ત્યારે ધ્વજારોહણ પહેલા પૂર્વ સંધ્યાએ ગુરુ દત્તાત્રેયની વિશેષ આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિવના સૈનિક નાગા સંન્યાસીઓ દેશભરમાંથી આવેલા સાધુ-સંતો અને શિવભક્તોએ હાજરી આપી હતી.