જૂનાગઢ:આજે વિનાયક ચતુર્થી નો તહેવાર મનાવવામાં આવે છે. ફાગણ મહિનામાં આવતી ચતુર્થીને ગણપતિ દાદા ને સમર્પિત વિનાયક ચતુર્થી તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિના પૂજવામાં આવે છે. આજના દિવસે ગણપતિ મહારાજનું પંચામૃત અભિષેક અને દુર્વા પૂજાથી પુણ્ય કાળી ફળ મળતુ હોય છે. ગણપતિ દાદાને લાલ પુષ્પો અને ઘઉંમાંથી બનાવેલા મોદક પણ કોઈ પણ ભક્ત વિઘ્નહર્તા દેવ ગણપતિને અર્પણ કરે તો આજના દિવસે તેમની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે.
વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિનુ પંચામૃત અને દુર્વા પૂજાથી મળશે પુણ્યકારી ફળ આ પણ વાંચો 21 ચતુર્થીનું પુણ્ય ફળ આપતી ચતુર્થી એટલે અંગારકી ચતુર્થી, શું છે આ તહેવારનું ધાર્મિક મહત્વ
પૂજાનું છે ધાર્મિક મહત્વ:સનાતન ધર્મ સંસ્કૃતિમાં આજે વિનાયક ચતુર્થી નો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે વિઘ્નહર્તા દેવની પંચામૃત અભિષેકની સાથે દુર્વા પૂજાનુ વિશેષ ધાર્મિક મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં આલેખવામાં આવ્યું છે. આજના દિવસે ગણપતિ મહારાજ પ્રત્યેક ભક્તોને મનવાંછિત ફળ આપતા હોય છે. હિન્દુ પંચાંગ અને મહિનામાં બે ચતુર્થી આવતી હોય છે. ફાગણ મહિનામાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને હિન્દુ મહિના દરમિયાન વદ પક્ષમાં આવતી તમામ ચતુર્થીને સંકટ ચતુર્થી તરીકે પૂજવામાં આવે છે.
આ પણ વાંચો Ganesh Temple Dhank: એક એવા ગણેશજી જેઓ મૂષક નહીં પણ સિંહ પર બિરાજમાન છે, ભક્તો પત્રો લખી જણાવે છે પોતાના દુઃખ
ગણપતિને સમર્પિત:ફાગણ મહિનાના સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. ગણપતિના 10 નામ અને તેનો પાઠ કરવાથી પ્રત્યેક ગણપતિ ભક્તને સુખ સમૃદ્ધિ અને નિરોગી આયુષ્ય પણ મળતું હોય છે. ગણપતિ મહારાજ ને રિધ્ધી અને સિધ્ધિ ના દેવ તરીકે પણ પૂજવામાં આવે છે. જેથી વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની પૂજા પ્રત્યેક ભક્તને રિધ્ધી અને સિધ્ધિ પ્રાપ્ત કરાવતી હોય છે. તેથી પણ વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરવાની વિશેષ ધાર્મિક પરંપરા જોવા મળે છે.
તુલસી અર્પણ થતી નથી:ગણપતિ મહારાજને દેવોના ગણના દેવતા તરીકે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે. આજના દિવસે ગણપતિ મહારાજને ઘઉં અને ગોળમાંથી બનાવેલા લાડુ અર્પણ કરવાથી પણ વિશેષ પુણ્યકારી ફળ મળતું હોય છે. કોઈ પણ ભક્ત પોતાની આસ્થા સાથે ગણપતિ મહારાજને દૈનિક નૈવેદ્ય તરીકે ગોળ અર્પણ કરે તો પણ તેમને પુણ્ય કાર્ય ફળ પ્રાપ્ત થતું હોય છે. ગણપતિ મહારાજને તુલસીપત્ર અર્પણ થતું નથી તેની પણ ધાર્મિક પરંપરા અને લોક વાયકા મુજબ ગણપતિ મહારાજ અને તુલસીના વિવાહને લઈને એક વાત ચાલી હતી. ત્યારે ગણપતિએ તુલસીજી સાથે વિવાહ કરવા ને લઈને તેમની અનિચ્છા જાહેર કરી હતી ત્યારથી ગણપતિ મહારાજને તુલસીપત્ર અર્પણ થતું નથી. તુલસીપત્ર એકમાત્ર ભગવાન વિષ્ણુને અર્પણ થાય છે.