- રેશ્મા પટેલ સહીતના NCP હોદેદારોની જુનાગઢ માણાવદર ખાતેથી અટકાયત
- NCPએ ભાજપની ઠાઠડી કાઠી વિરોધ કર્યો
- ભારતીય જનતા પાર્ટી પર કર્યા ગંભીર આરોપ NCP મહિલા પ્રમુખ સહિત હોદેદારો દ્વારા ભાજપની ઠાઠડી કાઢી વિરોધ પ્રદર્શન
જૂનાગઢઃ જિલ્લાના માણાવદરમાં NCP મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ અને NCP હોદ્દેદારો દ્વારા ભર બજારમાં ભાજપની ઠાઠડી કાઢીને 'ભાજપ તારા વળતા પાણી હાય હાય' ના નારા લગાડી આકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે રેશ્મા પટેલ સહીતના NCP હોદેદારોની જુનાગઢ માણાવદર ખાતેથી અટકાયત કરી હતી.
રેશમા પટેલે ભાજપ પર લગાવ્યા આરોપો
રેશમા પટેલે જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાનું હિત વિચાર્યા વગર ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ દરેક કરવેરામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે. એ વાતનો અમે NCP સતત વિરોધ કરી રહ્યા છીએ. અને ભાજપના મંત્રી જવાહરભાઈ ચાવડા માત્ર તમાશો જોઇ રહ્યા છે. માણાવદરથી લઇ દરેક ગામડાઓ પાણી, રોડ, રસ્તા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ હજુ વંચિત છે. ખેડૂતોની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે અમે ભાજપની ગુંડા શાહી સામે દબંગથી અવાજ ઉઠાવતા રહેશુ.