જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમાના તહેવાર નિમિત્તે ગોરખનાથ આશ્રમ ખાતે ઉજવણી કરાશે - Gujarati News
જૂનાગઢઃ જૂનાગઢમાં આવેલા ભવનાથ સ્થિત ગોરખનાથ આશ્રમ ખાતે 16 જૂલાઇના રોજ ગુરુપૂર્ણિમા તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહેશે.
ગુરુ પૂર્ણિમાના તહેવાર નિમિત્તે ગોરખનાથ આશ્રમ ખાતે ઉજવણી કરાશે
આગામી ગુરુ પૂર્ણિમાના તહેવારને લઈને ભવનાથમાં આવેલા આશ્રમમાં ગુરુ-શિષ્યની પરંપરાને ઉજાગર કરવા માટે તૈયાર થઇ રહ્યા છે. આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી ગુરુ શિષ્ય પરંપરા અને તેના પર રચવામાં આવેલી ભારતીય સંસ્કૃતિ આજે પણ કાયમ જોવા મળે છે. ગુરુ અને શિષ્યના સંબંધો કોઈપણ વ્યક્તિ માટે મહત્વના હોય છે. ત્યારે જે દેશની સંસ્કૃતિ ગુરુ-શિષ્યની પરંપરાને આધીન હોય તેવા આપણા ભારતમાં ગુરુપૂર્ણિમાના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.